હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં સરકારી કર્મચારીને સંબોધીને સમાચાર આપવામાં આવેલા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આવતા વર્ષથી સરકારી કર્મચારીની સેલેરી ઘટશે, મોદી સરકાર દ્વારા તેમના માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આયોજન કરવામાં નથી આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આવતા વર્ષથી સરકારી કર્મચારીની સેલેરી ઘટશે, મોદી સરકાર દ્વારા તેમના માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ફાઈન્સિયલ એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેમના દ્વારા કોરોનાવાયરસ રોગચાળાને કારણે સરકારી કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો કરવા અંગેની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યા નથી.

FINACIAL EXPRESS | ARCHIVE

તેમજ અમારી પડતાલને આગળ વધારતા અમને ઈકોનોમિક્સ ટાઈમ્સનો 8 ડિસેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભારત કંપનીના ખર્ચમાં વધારાના નવા વેતન કાયદાનું અમલિકરણ એપ્રિલ 2021 સુધીમાં થશે. એપ્રિલ 2021 સુધીમાં, પગાર સ્લિપ, પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને ગ્રેચ્યુઇટી ઘટકો, ઘરના પગાર અને બેલેન્સ શીટ્સ પર અસર થશે, સરકારના નવા વળતર નિયમોને આભારી, જે આ ભાગ છે ગત વર્ષે સંસદ દ્વારા પસાર કરાયેલ વેતન પરનો કોડ. આગામી નાણાકીય વર્ષથી અસરકારક બનવા માટે, વેતનની નવી વ્યાખ્યા (જેમાં ખાનગી ક્ષેત્રના અધિકારીઓના પગારનો સમાવેશ થાય છે) કુલ વળતરના 50% ભથ્થામાં મૂકે છે. એનો અર્થ એ કે બેઝિક પગાર (સરકારી નોકરીમાં, બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું) એપ્રિલથી કુલ વેતનના 50% કે તેથી વધુ હોવું જોઈએ.

ECONOMICS TIMES | ARCHIVE

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ ન્યુઝ પેપરમાં આપવામાં આવેલી માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આયોજન કરવામાં નથી આવ્યુ.

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા સરકારી કર્મચારીના પગારમાં કપાત મુકવામાં આવશે...?

Fact Check By: Yogesh Karia

Result: False