શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

શુક્રવારે સવારથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના 21 વર્ષમાં પ્રથમવાર આગામી તારીખ 11 જાન્યુઆરીના ગેસ સપ્લાય બંધ રહેશે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગુજરાતમાં ક્યાંય પણ ગેસ પુરવઠો બંધ નથી રહેવાનો કંપનીઓ દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામને તારીખ 11 જાન્યુઆરી સોમવારનો પુરવઠો મળી રહેવાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Milan Suravat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે આ અંગેની શોધ કરી હતી. આ પરિણામો પરથી અમને સંદેશ ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ગુજરાત ગેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “ગુજરાતમાં ક્યાંય પણ આ પ્રકારે ગેસ પુરવઠો બંધ નહિં રહે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે.

SANDESH | ARCHIVE

તેમજ અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ગેસ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ખુલાસાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

DIVYABHASKAR | ARCHIVE

ગુજરાતના પ્રતિષ્ઠિત મિડિયા માધ્યમો જીએસટીવી, ઝીન્યુઝ સહિતના મિડિયા હાઉસ દ્વાર આ અંગેની માહિતી આપતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં ક્યાંય પણ ગેસ પુરવઠો બંધ નથી રહેવાનો કંપનીઓ દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામને તારીખ 11 જાન્યુઆરી સોમવારનો પુરવઠો મળી રહેવાનો છે.

Avatar

Title:શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False