હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ પ્રબંધન એક્ટ લાગુ કરવામાં નથી આવી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hardik Anil Kumar Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમા કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.

ત્યારબાદ અમે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDRF)ની વેબસાઈટની પણ મુલાકાત લીધી હતી. ત્યા પણ અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે ગુજરાત એનડીઆરએફની બરોડા યુનિટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ પ્રબંધક લાગુ કરવામાં નથી આવ્યો.

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ પૃષ્ટી કરવામાં આવી હતી કે, આ માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ પ્રબંધન એક્ટ લાગુ કરવામાં નથી આવી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે...?

Fact Check By: Yogesh Karia

Result: False