
Rakesh Jayantilal Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહી ખૂલે – કેન્દ્ર સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યા.
તેમજ પીઆઈબી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્ચા આ એક અફવા છે.
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જોડે વાત કરી હતી. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સૂચના આપવામાં નથી આવી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સૂચના આપવામાં નથી આવી. લોકોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે.

Title:શું ખરેખર કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
