માથા ભારે ગુજરાતી – ગુજરાતી હોય તો પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રૂપીયા આમ કમાવાય બનો કરોડપતિ ઘઉં ના ગોડાઉન માં પાણી છાંટી આચરાશે કૌભાંડ? વરસાદ માં ઘઉં પલળી ગ્યા બોલી વસૂલાશે રકમ સેર કરો અટલે બીજા જોશે વિકાસ (આ સ્ટોરી કોય નય બતાવે ) મિત્રો અમારા પેજ ને લાઈક એન્ડ શેર કરી સહકાર આપવા વિંનતી વિડીયો મા દેખાતા કૌંભાડ માટે કોમેન્ટ કરો તમારો મત... Make a Rupiah Thus Millionaire Will Conduct Water Spraying in Godowns of Wheat Scam? Wheat in the rain will fetch a bid to raise money, stumble and see another development’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 76 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીમાં પાણી છાંટવામાં આવી રહ્યું છે.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો અને અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તેને મળતો ફોટો મળી આવ્યો હતો. જે ફોટોને પણ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને देवराम चौधरी तरक નામના ટ્વીટર યુઝર દ્વારા 4 ઓગસ્ટ 2016ના આ જ ફોટો શેર કરવામાં આવ્યો હતો. તેથી તો એ નક્કી હતું કે આ સમગ્ર મામલો હાલનો નથી જૂનો છે. આ ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે અલગ-અલગ કીવર્ડથી સર્ચ કરતા અમને પત્રિકા દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફોટો મધ્યપ્રદેશના સતના જીલ્લામાં વાયરલ થયો હતો અને ક્લેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

PATRIKA | ARCHIVE

ત્યારબાદ અમને જાણવા મળ્યું હતું કે, એબીપી અસ્મિતા દ્વારા આ વાયરલ ફોટોની પડતાલ કરવામાં આવી હતી, અને આ ફોટોમાં દેખાતા વ્યક્તિ સુધી પહોંચ્યા હતા. આ વ્યક્તિનું નામ રફિક ખાન છે. મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં રહેતો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ આ ફોટો રૂચિ પ્રાઈવેટ કંપની લિમિટેડના વેર હાઉસનો ફોટો છે. તેમજ રફિક દ્વારા આ ફોટો અંગેની સત્યતા જણાવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અનાજને સડી જતું રોકવા માટે તે પાવર પમ્પથી અનાજ પર દવાનો છંટકાવ કરી રહ્યો હતો. ત્યારનો આ ફોટો છે અને તે પણ એક વર્ષ પહેલાનો છે. ગોડાઉનના અધિકારી આ ફોટોને કોઈ ઠેકેદારનું કારસ્તાન હોવાનું જણાવી રહ્યા હતા. તેમજ આ મામલે ફરિયાદ નોધાવવાનું પણ તેઓ દ્વારા જણવવામાં આવ્યું હતું.

ARCHIVE

આમ, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે, તે ખૂબ જ જૂનો છે. અને મધ્યપ્રદેશનો છે. કોઈ કૌભાંડ આચરવા પાણીનો છંટકાવ કરવામાં ન હતો આવતો પરંતુ અનાજને સડતુ રોકવા માટે પમ્પથી દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાનું સાબિત થાય છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે, તે ખૂબ જ જૂનો છે. અને મધ્યપ્રદેશનો છે. કોઈ કૌભાંડ આચરવા પાણીનો છંટકાવ કરવામાં ન હતો આવતો પરંતુ અનાજને સડતુ રોકવા માટે પમ્પથી દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીને પાણી છાંટવામાં આવી રહ્યું છે....? જાણો શું છે સત્ય.........

Fact Check By: Yogesh Karia

Result: False