
Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા હશે કે ઓરીજનલ મજુરને મળીશ તો મજુર પોતાને ચપ્પલથી મારશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 64 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,“રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. રાહુલ ગાંધીએ 16 મે 2020ના રોજ દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાયઓવર નજીક કેટલાક શ્રમિક કામદારોને મળ્યા હતા. આ મજૂરો હરિયાણાથી આવ્યા હતા અને પોતપોતાના રાજ્યોમાં પગપાળા ચાલતા જઈ રહ્યા હતા. રાહુલ ગાંધીને તેમની દુર્દશાની જાણ થતાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ તેમને ઘરે જવા વાહનોની વ્યવસ્થા કરી હતી.
ANI દ્વારા કરવામાં આવેલા ટ્વિટના ફોટા, તમે જોઈ શકીએ છીએ કે આ કામદારો કારમાં બેઠા છે.આજતક ચેનલ પરના વીડિયોથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી કામદારો માટે વાહનોની વ્યવસ્થા કરી હતી. આ તમામ મજૂરોને વાહનોમાં ઘરે રવાના કર્યા હતા.
નીચે આપેલા વિડિઓના 1.15 મિનિટથી, તમે જોઈ શકો છો કે આ કામદારો કારમાં બેઠા છે. એટલે કે કારમાં બેઠેલા કામદારોનો ફોટો મૂળ રીતે રાહુલ ગાંધી દ્વારા કામદારોને ઘરે પરત આવવા માટે ગોઠવેલ વાહનનો છે.
રાહુલ ગાંધીની મુલાકાતનો સંપૂર્ણ વીડિયો કોંગ્રેસ પક્ષના યુટ્યુબ એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. તેમાં મજૂર રાહુલ ગાંધીને કહે છે કે તે ઝાંસી જશે. તદનુસાર, કોંગ્રેસ દ્વારા આ મજૂરોને લઈ જવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વીડિયોમાં 14.20 મિનિટથી જોવામાં આવેલ, મજૂરો ઝાંસી તેમના ઘરે જવા છૂટ્યા પડ્યા સમયે તેમની લાગણી વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીની મુલાકાત પછી, એવા અહેવાલ મળ્યા હતા કે દિલ્હી પોલીસ દ્વારા કામદારોની ધરપકડ કરવામાં આવી હતી. તેનો ખુલાસો કરતાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, અમે આ મજૂરોની ધરપકડ કરી નથી. તેઓ હજી પણ તે જ સ્થાને છે. તેઓને રોકી દેવામાં આવ્યા હતા કારણ કે, તેઓ ભીડથી ભરાયેલા થવા માંગતા નથી. ત્યારબાદ એક વાહનમાં ફક્ત બે જ વ્યક્તિને મોકલવામાં આવ્યા હતા. એટલે કે તે બનાવટી મજૂરો ન હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કારમાં બેઠેલા મજૂરના ફોટાનો ખોટો અર્થ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કામદારોને ઘરે લઇ જવા ગોઠવેલ કારના આ ફોટા છે.

Title:શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
