ખાલી ખુરશી જોઈ ભાજપાના સાંસદ ખરેખર રડી પડ્યા..? જાણો શું છે સત્ય…….

Mixture રાજકીય I Political

પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 14 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ખૂબ રડવિયા ખેડૂતોને હવે રડવાનો વારો તમારો છે યાદ રાખજોશિર્ષક હેઠળ gstvના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના સાંસદની સભામાં કોઈ ન આવતા સાસંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

આ પોસ્ટ પર 249 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 151 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી અને 9 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા..

ARCHIVE | FB PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની સત્યતા જાણવી ખૂબ જ જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પડતાલમાં સૌ પ્રથમ દાવો કરવામાં આવ્યો હતો, તે અમે ધ્યાનથી વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે, આઝમગઢના લાલગંજ લોકસભાની બેઠકના ઉમેદવાર હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેથી સૌપ્રથમ અમે યુ ટ્યુબ મદદ લીધા હતી અને रैली में भीड़ नहीं जुटी तो रो पड़ीं લખતા અમને બે પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં લલનટોપ અને હિન્દુસ્તાન સમાચાર દ્વારા પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામા આવેલા દાવા મુજબના સમાચાર પ્રસારિત કરવામાં આવ્ચા હતા. હિન્દુસ્તાન સમાચાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો સમાચાર આપ નીચે જોઈ શકો છો..

ARCHIVE

LALNTOP LINK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા મુજબ સાંસદ રડી પડ્યા હતા તે વાત સાચી છે. પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલી ખુરશીઓ આ સાંસદની સભાની ન હોવાનુ અમને લલનટોપ અને હિન્દુસ્તાન સમાચારના માધ્યમથી જાણવા મળ્યુ હતુ. સાંસદની સભામાં કોઈ ન આવ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સાસંદની સભામાં લોકો આવ્યા હતા. જે નીચેની તસ્વીરો જોઈ શકો છો.

બાદમાં અમે ભાજપાના સાંસદ નિલમ સોનકર સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વાત ખોટી છે, આ વિડીયો જે બતાવવામાં આવે છે, તે સભા શરૂ થઈ તે પહેલાનો છે અને મારી સભામાં લોકો આવ્યા જ હતા. સોશિયલ મિડિયામાં જે વાત ફેલાવવામાં આવી રહી છે, તે ખોટી છે.

પરિણામ

આમ ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, સાંસદ નીલમ સોનકર રડ્યા હતા તે વાત સાચી છે, પરંતુ ખુરશી ખાલી રહેતા રડ્યા હોવાની વાત ક્યાય સાબિત થતી નથી અને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ખાલી ખુરશીનો ફોટો પણ સાંસદની સભાનો ન હોવાનુ અમારી પડતાલમાં સામે આવ્યુ હતુ.

Avatar

Title:ખાલી ખુરશી જોઈ ભાજપાના સાંસદ ખરેખર રડી પડ્યા..? જાણો શું છે સત્ય…….

Fact Check By: Frany Karia 

Result:Mixture