
તમે ડ્રેગનના મોં માંથી આગ ફેંકવાની વાર્તા ઓમાં સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહેલી નજરે લાગે છે કે તેના મોંમાંથી આગ નીકળી રહી છે. વિડિયો શેર કરતી વખતે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, “1400 વર્ષ પહેલા ઇસ્લામમાં આવા એક પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તે તે જ પક્ષી છે. કેટલાક લોકો અમેરિકાના જંગલોમાં આગ લગાડવા માટે આ પક્ષીને જવાબદાર ઠેરવી રહ્યા છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આગ ફેલાવતા પક્ષી વિશે વૈજ્ઞાનિકોને હાલમાં જાણવા મળ્યું છે, પરંતુ ઇસ્લામમાં આ પક્ષી વિષે 1400 વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં જોવા મળતુ પક્ષી સધર્ન લેપવિંગ છે. જે અમેરિકાના દરિયા કાંઠેથી જોવા મળતું પક્ષી છે અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી વાયરલ વિડિયોને એડિટ કરી તેને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં આવા અગ્નિ-શ્વાસ લેતા પક્ષીનો કોઈ પુરાવો નથી. લેક્ચરર વિડિયોમાં બીજી ઘટના વિશે જણાવી રહ્યો છે. આ પક્ષીના વિડિયો સાથે તેને કોઈ લેવાદેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nizamuddin Saiyed નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આગ ફેલાવતા પક્ષી વિશે વૈજ્ઞાનિકોને હાલમાં જાણવા મળ્યું છે, પરંતુ ઇસ્લામમાં આ પક્ષી વિષે 1400 વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પક્ષીના વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
વિકિપીડિયા સહિતની સાઇટ પર આ પક્ષીની છબીઓ પણ મળી આવી હતી. વિડિયોમાં દેખાતા પક્ષીને સધર્ન લેપવિંગ કહેવામાં આવે છે. દક્ષિણ અમેરિકન પ્રદેશમાં આ પક્ષી જોવા મળે છે તેમજ તે મોટા જંગલોમાં પ્રવેશતુ નથી. તે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સામાન્ય જોવા મળે છે. સધર્ન લેપવિંગ એ ઉરૂગ્વેનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. વિકિપીડિયા અનુસાર, આ પક્ષીઓ મધ્ય અમેરિકા અને ત્રિનિદાદ અને ટોબેગોના ટાપુઓ પર પણ સ્થળાંતર કરી ચૂક્યા છે. હકીકત એ છે કે આ પક્ષીમાં આગ થૂંકવાની કે અન્ય ચમત્કારિક શક્તિની ક્ષમતા નથી.
જ્યારે અમે યુટ્યુબ પર સધર્ન લેપવિંગ વિશે સર્ચ કર્યું, ત્યારે અમને આ પક્ષીઓના વિડિયો મળ્યા હતા. જે વિડિયોમાં એક વિડિયો વિડિયો સોશિયલ મિડિયા પર ફરતા વિડિયો જેવો જ છે. જે વિડિયોને વર્ષ 2011માં પોલ હિંડનેસ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં પક્ષીને આગમાં થૂંકતો વિડિયો જોયા બાદ તમે એક નજરમાં કહી શકો છે કે આ એક વિઝ્યુઅલ ઈફેક્ટ છે.
વિડિયોમાં ઈસ્લામિક ઉપદેશક શું કહે છે તે જાણવા માટે અમારા પ્રતિનિધિએ ફોન પર અરબી ભાષાના વિદ્વાનનો સંપર્ક કર્યો અને તેને વિડિયો આપ્યો તેણે તપાસ કર્યા બાદ જવાબ આપ્યો હતો કે, “આવુ જ એક પક્ષી હવે ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો છે. તે એક પક્ષી છે જે મોટા જંગલોમાં આગ લાગવાનું કારણ બને છે અને દાવો કરવામાં આવે છે કે પયગમ્બરે આ પક્ષી અંગે પહેલા પણ કહ્યું હતું.”
પરંતુ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પક્ષી બ્લેક પતંગ જાતિનું બાજ છે. તેઓ લાકડા સળગાવે છે અને ઝાડની ડાળીઓ કાપી નાખે છે અને તેને નાના પક્ષીઓ અને જંતુઓના માળાઓની ટોચ પર મૂકે છે. અને બહાર આવતા જીવોને ખાય છે. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટ નાઈન ક્યુરિયોસિટીએ અહેવાલ આપ્યો છે કે આનાથી જંગલમાં આગ લાગી શકે છે.
નાઈન વેબસાઈટ દ્વારા પ્રકાશિત સમાચાર તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં જોવા મળતુ પક્ષી સધર્ન લેપવિંગ છે. જે અમેરિકાના દરિયા કાંઠેથી જોવા મળતું પક્ષી છે અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી વાયરલ વિડિયોને એડિટ કરી તેને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં આવા અગ્નિ-શ્વાસ લેતા પક્ષીનો કોઈ પુરાવો નથી. લેક્ચરર વિડિયોમાં બીજી ઘટના વિશે જણાવી રહ્યો છે. આ પક્ષીના વિડિયો સાથે તેને કોઈ લેવાદેવા નથી.

Title:‘થૂંકતા આગની પક્ષીનો વિડિયો’; શું 1400 વર્ષ પહેલા પયગંબર મોહમ્મદે આ પક્ષી વિશે ચેતવણી આપી હતી…?
Fact Check By: Yogesh KariaResult: Altered
