શું ખરેખર આ બાળકો હાલમાં ગુમ થયા છે અને હજુ સુધી મળી નથી આવ્યા…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Chowkidar col Romy Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નામ ધ્રુવ અને શિવાન્યા ગાંધીધામ ભરત નગર થી ખોવાયા ચે. કોઈ ને 9909721720 નંબર પર પાર કર કરસો. કૃપા કરીને તમારા અન્ય જૂથ પર ફોરવર્ડ કરો. ભાઈ plz બધા grp ને મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને બાળકો ગાંધીધામના ભરતનગરથી ખોવાયા છે. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ બાળકો હાલ ચાર દિવસ પહેલા ગુમ થયા હોય તો તમામ સ્થાનિક મિડિયા દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી હોય જ હોય તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર લખતા “ગાંધીધામ માંથી ધ્રુવ અને શિવાન્યા નામના બે બાળકો ગુમ” અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને કચ્છ જીલ્લાની સ્થાનિક ન્યુઝ ચેનલની વેબસાઈટ THENEWSTIMES.CO.IN પર અમને તારીખ 02 ઓગસ્ટ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે વાંચી શકો છો.

THENEWSTIMES | ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્ચુ હતુ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશનના નંબર મળ્યા હતા. તેથી અમે પોલીસ સાથે અને આ બંને બાળકોના કાકા જયેશ ભાનુશાળી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બંને બાળકો 25 જૂલાઈ 2019ના ગુમ થયા હતા અને બાદમાં 3 ઓગસ્ટના મળી આવ્યા હતા. પારિવરિક તકલીફના કારણે ગુમ થયા હતા બંને બાળકો.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બંને બાળકો હાલ ગુમ નથી થયા. બંને બાળકો 25 જૂલાઈના ગુમ થયા હતા અને 3 ઓગસ્ટના મળી આવ્યા હતા.

Avatar

Title:શું ખરેખર આ બાળકો હાલમાં ગુમ થયા છે અને હજુ સુધી મળી નથી આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False