નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ દ્વારા એક વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નર્સ દ્વારા ઈન્જેક્સન સોય વ્યક્તિને અડાળી અને પરત લઈ લેવામાં આવી રહ્યી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોનો ભારતમાં ચાલી રહેલી વેક્સિનેશન ડ્રાઇવ સાથે કોઈ સંબંધ નથી. વિડિયો મેક્સિકોનો છે જ્યાં IMSSએ સ્પષ્ટતા કરી હતી કે આ રસી પાછળથી માણસના પરિવારની હાજરીમાં કોઈ મોટી ગૂંચવણ વિના યોગ્ય રીતે આપવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Alpesh Panchani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોનું નિરીક્ષણ કર્યા પછી અમને જોવા મળ્યુ કે, વિડિઓમાં ઘણા વિદેશી લોકો છે. જે જણાવે છે કે વિડિયો ભારતનો નથી. ત્યારબાદ અમે રિવર્સ ઇમેજની મદદથી શોધ કરતા અમને કોલમ્બિયા સ્થિત ન્યુઝ પેપર El Tiempoનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવાયું છે કે આ ઘટના મેક્સિકોમાં બની હતી.

Archive

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વાયરલ વિડિયો મેક્સિકોનો છે. 4 એપ્રિલ 2021ના મેક્સિકોની એક ન્યૂઝ સાઇટ, એરિસ્ટુઇ નોટીસીઆસે જણાવ્યું હતું કે, જાહેર આરોગ્યને સહાયતા કરતી સરકારી સંસ્થા મેક્સીકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સિક્યુરિટી (IMSS) સાથે વિડિયોમાં “સ્વયંસેવક રસી” બતાવવામાં આવી છે. ન્યૂઝ રિપોર્ટ અનુસાર તેણે પુખ્ત વયનાને ખાલી સિરિંજ લગાડ્યું હતું અને જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે તેની સેવાઓમાંથી દૂર કરવામાં આવી હતી. આઇએમએસએસ અને રાજધાનીના આરોગ્ય મંત્રાલય બંનેએ જે બન્યું તેના બદલ દિલગીર થયા અને ભારપૂર્વક કહ્યું કે આ હકીકત સામે આવ્યા બાદ જે વૃદ્ધ, પુખ્ત વયના, જેની સાથે આવુ બન્યુ છે તેની માફી માંગવામાં આવી હતી, અને બાદમાં રસી યોગ્ય રીતે લાગુ કરવામાં આવી હતી, “તેમના પરિવારની હાજરીમાં મોટી મુશ્કેલીઓ વિના. જેમણે બદલામાં કાર્યવાહીની સાક્ષી લીધી અને તેમના સોશિયલ નેટવર્ક પર જાણ કરી કે પરિસ્થિતિ સુધારી છે.”

ARCHIVE LINK

IMSS દ્વારા પણ એપ્રિલમાં બનેલી આ ઘટના અંગે ટવીટ કરવામાં આવ્યુ હતું, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “તેના પરિવારની હાજરીમાં, મોટી મુશ્કેલીઓ વિના, રસી યોગ્ય રીતે આપવામાં આવી હતી.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોનો ભારતમાં ચાલી રહેલી વેક્સિનેશન ડ્રાઇવ સાથે કોઈ સંબંધ નથી. વિડિયો મેક્સિકોનો છે જ્યાં IMSSએ સ્પષ્ટતા કરી હતી કે આ રસી પાછળથી માણસના પરિવારની હાજરીમાં કોઈ મોટી ગૂંચવણ વિના યોગ્ય રીતે આપવામાં આવી હતી.

Avatar

Title:નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી…

Fact Check By: Yogesh Karia 

Result: False