શું ખરેખર ફોટોમાં દેખાતા ગૌશાળા સંચાલકે સિંહ સામે બાથ ભીડી...? જાણો સત્ય...
Sawroop Gurjar નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ ??रॉयल गुर्जर अर गुर्जरी ??(मे अपने 100 मित्रों को जोड़े) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुजरात अमरेली #गौशाला में घुसे 'शेर' से गायों की जान बचाने के लिए शेर से भिड़ गया ये बहादुर "संचालक"
### बलदेव गुर्जर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 6400 લોકોએ લાઈક કરી હતી. 483 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 493 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસને આગળ વધારતા યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસને આગળ વધારી ગુગલ પર અમેરેલી ગૌશાળા સંચાલકે સિંહને ભગાડ્યો લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં દર્શાવેલ માહિતી પ્રમાણે ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી પરંતુ પોસ્ટમાં જે ફોટો દર્શાવવામાં આવ્યો છે એ ખોટો છે એ ફોટો ગૌશાળા સંચાલકનો નથી. મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરેલા સમાચારો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
Zee News | Tv9 Gujarati |
Archive | Archive |
ઉપરોક્ત બંને સમાચારને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું કે, સિંહ દ્વારા ખાંભાના મોટા બારમણા ગામે ગૌશાળામાં ગાયો પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ બારમણા ગામના સરપંચ અને ગૌશાળાના સંચાલક દેવશીભાઈ વાઢેર દ્વારા છુટ્ટી લાકડીનો ઘા કરીને સિંહને ભગાડવામાં આવે છે. જે તમે નીચેના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો.
આમ, ઉપરના વીડિયો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં આપેલી માહિતી મુજબ ગૌશાળાના સંચાલકનું નામ બલદેવ ગુર્જર નહીં પણ દેવશીભાઈ વાઢેર છે અને પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ફોટો પણ દેવશીભાઈનો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે.
અમારી વધુ તપાસ માટે અમે બારમણ ગામના સરપંચ અને ગૌશાળાના સંચાલક દેવશીભાઈ વાઢેર સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “18 જૂન, 2019 ના રોજ ગૌશાળામાં આ ઘટના બની હતી પરંતુ પોસ્ટમાં જે ફોટો દર્શાવ્યો છે એ મારો ફોટો નથી અને મારું નામ બલદેવ ગુર્જર નહીં પણ દેવશી વાઢેર છે.”
હવે નીચે તમે ગૌશાળા સંચાલક અને મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઈ વાઢેર અને પોસ્ટમાં દર્શાવેલા બલદેવ ગુર્જર નામના વ્યક્તિના ફોટોને નીચે જોઈ શકો છો.
વધુમાં અમે અમરેલીના વનવિભાગમાં પણ આ અંગે વાત કરી હતી તો ફરજ પરના અધિકારીએ અમને એવું જણાવ્યું હતું કે, “પોસ્ટમાં દર્શાવેલી માહિતી અને ફોટોને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો આ પહેલા પણ ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.”
આ ઉપરાંત પોસ્ટમાં દર્શાવેલો ફોટો એક બીજા દાવા સાથે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે અને તેની પણ સત્યતા અમારા દ્વારા કરવામાં આવી હતી જેની સંપૂર્ણ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, અમરેલીના ખાંભાના મોટા બારમણ ગામે સિંહે કરેલા હુમલામાં ગૌશાળાના સંચાલકનું નામ દેવશીભાઈ વાઢેર છે અને પોસ્ટમાં દર્શાવેલો ફોટો પણ એમનો નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર ફોટોમાં દેખાતા ગૌશાળા સંચાલકે સિંહ સામે બાથ ભીડી...? જાણો સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: False