
Rajkot Mirror નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન માં કોરોના વાયરસ ને કારણે લોકોને તેના ઘરમાં જ પુરવા માં આવ્યા…લોકોની ચિસોના આવાજ નો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ #china #corona #coronavirüsü #coronavirüsü. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ચીનમાં ઘરમાં પૂરવામાં આવેલા લોકોનો છે. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 147 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ચીનમાં ઘરમાં પૂરવામાં આવેલા લોકોનો છે. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 147 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ચીનમાં ઘરમાં પૂરવામાં આવેલા લોકોનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને તેને ગુગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને 26 જાન્યુઆરી, 2020 ના રોજ South China Morning Post દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વુહાનના રહેવાસીઓ દ્વારા મનોબળ વધારવા માટે બારીઓમાંથી ‘કીપ ઈટ અપ વુહાન’ની ચીસો પાડવામાં આવી. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત આ વીડિયોને ચીની શીર્ષક સાથે અપલોડ કરીને એવી માહિતી આપવામાં આવી હતી કે, “વુહાન શહેરમાં ડૉ. લી વેનલિઆંગની મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો.” આ વીડિયોના વિવરણમાં એવું લખવામાં આવ્યું છે કે, “વુહાનમાં આજે રાત્રે 8.55 થી 9.05 સુધી ડૉ. લી વેનલિઆંગના મોત પર શોક મનાવવા માટે 5 મિનિટ માટે લાઈટો બંધ કરીને, મોબાઈલ ફોન અથવા ટોર્ચ ચાલુ કરીને આકાશમાં લાઈટને ફ્લેશ કરવામાં આવશે. ત્યાર બાદ લાઈટો ચાલુ કરીને 5 મિનિટ સુધી સામુહિક રીતે સીટી વગાડવી. આ ચીનના ઈતિહાસનો એક અભૂતપૂર્વ શોક સમારોહ છે.”
આ માહિતી સાથેના અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. 6do.news | boxun.com
ડૉ. લી વેનલિઆંગ વુહાનની સેન્ટ્રલ હોસ્પિટલના એક ચીની આંખના રોગોના વિશેષજ્ઞ હતા. જેમણે 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ પોતાના સાથામિત્રોને વીચેટ પર કોરોના વાયરસના તણાવના બાબતમાં ચેતવણી આપી હતી. તેમની ચેતવણી પછી આ માહિતીને સાર્વજનિક રૂપે બહાર પાડવામાં આવી હતી. આ રીતે તેઓ એક ‘વ્હિસલ બ્લોઅર’ બની ગયા હતા.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ચીનમાં ઘરમાં પૂરવામાં આવેલા લોકોનો નહીં પરંતુ ચીનના એક પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગની મોત પર આપવામાં આવેલી શ્રદ્ધાંજલિનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ચીનમાં ઘરમાં પૂરવામાં આવેલા લોકોનો નહીં પરંતુ ચીનના એક પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગની મોત પર આપવામાં આવેલી શ્રદ્ધાંજલિનો છે.

Title:ચીનના પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False

છબીઓ સૌજન્ય: ગુગલ