
સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર
ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીમાં વરસાદ બાદ પાણી ભરાયા અને બસની અંદર ઘુસી ગયા તેનો વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુરમાં વર્ષ 2020માં પાણી ભરાયા હતા તેનો વિડિયો છે. દિલ્હીનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Haresh Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં વરસાદ બાદ પાણી ભરાયા અને બસની અંદર ઘુસી ગયા તેનો વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઇ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોબરા પોસ્ટની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 11 ઓગસ્ટ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે અનુસાર આ વિડિયો રાજસ્થાનના જયપુરનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
ટીવી9 ભારત વર્ષ 12 ઓગસ્ટ, 2020 ના રોજ વિડિઓ અપલોડ કરી અને ટૂંકમાં લખ્યું, જયપુરને સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર એક વરસાદે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો પર્દાફાશ કર્યો હતો. ચાલતી લો ફ્લોર બસમાં પણ હોસ્પિટલ માર્ગ પર રામબાગ સર્કલ પાસે બપાણી ઘૂસી ગયા.
તેમજ પત્રીકા.કોમ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુરમાં વર્ષ 2020માં પાણી ભરાયા હતા તેનો વિડિયો છે. દિલ્હીનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો.
Fact Check By: Yogesh KariaResult: False
