વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાએ ગાયેલા ગીતનો વીડિયો કેપ્ટન દિપક સાઠેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bhatt Chetna નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મી.કેપટન દિપક વસંત સાઠે કે જેઓ ગઈ કાલે કેરળ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામ્યા છેતેમના દ્વારા ગવાયેલું સુંદર ગીત… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેરળ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન દિપક સાઠેએ ગાયેલા ગીતનો છે. આ પોસ્ટને 45 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.10-10_37_54.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેરળ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન દિપક સાઠેએ ગાયેલા ગીતનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 6 માર્ચ, 2019 ના રોજ ગિરિશ લૂથરાએ આ વીડિયોને તેમની યુટ્યુબ ચેનલ પર જાતે પોસ્ટ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તમે તેને નીચે જોઈ શકો છો. વીડિયોની શરૂઆતમાં, હોસ્ટ ગિરિશ લૂથરાને નામથી બોલાવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 38 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.

Archive

આજ માહિતી સાથેના અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in | iamgujarat.com | namanbharat.com

આ તમામ સંશોધન પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ગિરીશ લૂથરા ભારતીય નૌસેનાના પશ્ચિમ વિંગના ફ્લેગ ઓફિસર કમાડિંગ-ઈન-ચીફ હતા. 40 વર્ષો સુધી નૌસેનામાં દેશ સેવા કર્યા બાદ 31 જાન્યુઆરી 2019માં તેઓ પોતાના પદ પરથી સેવાનિવૃત્ત થયા હતા. ઈન્ડિયન નેવીના ‘ગોલ્ડન જૂબલી’ કાર્યક્રમમાં ગાયક ઉદિત નારાયણના લોકપ્રિય સોન્ગ ‘ઘર સે નીકલતે હી, કુછ દૂર ચલતે હી…’ પર તેઓ દ્વારા આ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.

અમારી વધુ તપાસમાં અમને જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા દ્વારા પણ ગિરિશ લૂથરાના આ વીડિયોને 12 માર્ચ, 2019 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે તાજેતરમાં કેરળ ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈન્ડિયન એરફોર્સના કેપ્ટન દિપક વસંત સાઠે અને ઈન્ડિયન નેવીના રિયાયર્ડ વાઈસ એડમિરલ ગિરિશ લૂથરા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

2020-08-09.png

થોડાક મહિના પહેલા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ભારતીય આર્મીના ચીફ મનોજ મુકુન્દ નરવણેના નામથી પણ વાયરલ થયો હતો. જેની અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા સત્યતા તપાસવામાં આવી હતી અને એક વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

2019 માં આ વીડિયો વાયરલ થયા બાદ ‘ધી ક્વિન્ટ’ દ્વારા ગિરિશ લૂથરાનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ તેમની કારકિર્દી, સંગીત પ્રત્યેના તેમના પ્રેમ અને દેશની વર્તમાન સ્થિતિ વિશે શું વિચારે છે તે વિશે જણાવે છે. તેમનું કહેવું છે કે, ભારતીય નાગરિકોએ દેશમાં શાંતિ જાળવવા માટે જાગૃત ભૂમિકા નિભાવવાની અને કાર્ય કરવાની જરૂર છે. આ સંપૂર્ણ ઈન્ટરવ્યૂ તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેરળ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈન્ડિયન એરફોર્સના કેપ્ટન દિપક વસંત સાઠેનો નહીં પરંતુ ઈન્ડિયન નેવીના રિયાયર્ડ વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેરળ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈન્ડિયન એરફોર્સના કેપ્ટન દિપક વસંત સાઠેનો નહીં પરંતુ ઈન્ડિયન નેવીના રિયાયર્ડ વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાએ ગાયેલા ગીતનો વીડિયો કેપ્ટન દિપક સાઠેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False