શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય...
City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઢવાણ: ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 79 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 168 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા તેમાં જે ડબ્બા હતા. તે બાંગ્લાદેશની ટ્રેન સાથે મળતા આવે છે. વિડિયોમાં 36 સેકેન્ડ પછી ડબ્બાનો એક ભાગ દેખાઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાના ડબ્બાનો ફોટો તેમજ બાંગ્લાદેશની ઈન્ટરસિટી ટ્રેનની સરખામણી તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે પરિણામો પરથી અમને આ વિડિયો બાંગ્લાદેશના ન્યુઝ પેપર Prothom Alo દ્વારા તેમની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો 13 સપ્ટેમ્બર 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો. અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈદ એટલે ઘરે પરત ફરવું ફિસિકલી અને મેન્ટલી.”
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે રાજકોટ ડિવિઝનના DRM પરમેશ્વર ફૂંકવાલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો વઢવાણનો હોવાની વાત તદ્દન ખોટી છે.
ફેક્ટ ક્રેસન્ડોની તામિલ ટીમ દ્વારા પણ આ વિડિયો અંગેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો નહિં પરંતુ બાંગ્લાદેશનો હોવાનું સાબિત થાય છે.
Title:શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False