
Navsad Kotadiya Hasya Kalakar official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે શહેર એ લાખો લોકો ને રોજી રોટી આપી તે શહેર માં આજે આફત છે તો સાથ સહકાર આપવા ને બદલે તમે આવું બોલો છો શું દુઃખ આપું?? તમને અમદાવાદ શહેરે કે તમે મુર્દાબાદ ના નારા લગાવો છો ભગવાન નો ડર રાખો જે ધરતી ઉપર રોજી રોટી કમાવો છો તેના માટે આવા શબ્દો તમને શોભે છે?? ખરેખર આ વીડિયો સાંભળી દિલ માં દુઃખ થયું કે માણસ ખરે ખર સ્વાર્થી છે જિંદાબાદ અમદાવાદ…. અમદાવાદ.. અને મારું ગુજરાત.. અને મારો ભારત દેશ જલ્દી આ કોરોના ની મહા મારી માંથી ઉગરી જશે અને ફરી ધબકતું થશે… જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 46 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના અમદાવાદ રેલવે સ્ટેશનનો છે અને મજૂરો દ્વારા અમદાવાદ વિરૂધ્ધમાં નારે બાજી કરવામાં આવી.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઇમ્સ નાઉ દ્વારા પ્રકાશિત એખ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર બનવા પામી હતી. આ રેલવે સ્ટેશન કેરળના થાનાપુર શહેરથી પમ જોડાયેલો છે. યાત્રીઓને વચ્ચે ઉતરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.” જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામ બાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રેલવે દ્વારા ખરાબ ભોજન આપવામાં આવતા મજૂરો ભડક્યા હતા. રોષે ભરાયેલા મજૂરો દ્વારા નારે બાજી પણ કરવામાં આવી હતી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નથી. પરંતુ પશ્રિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પરની ઘટના છે. તેમજ મજૂરોને ખરાબ ભોજન આપવામાં આવતા તેઓ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અમદાવાદ વિરૂધ્ધમાં નારા નથી લગાવ્યા.

Title:શું ખરેખર રેલવે સ્ટેશનનો આ વિડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
