ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

‎‎Nimish Shah નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, થોડાક સમયમાં સમાચાર… ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે થી શ્રી વિજયભાઇ રૂપાણીનું રાજીનામુ મંજૂર… તેઓના સ્થાને શ્રી મનસુખભાઇ માંડવીયાની ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે પસંદગી…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું અને તેમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી. આ પોસ્ટને 232 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 56 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.08-20_29_57.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું અને તેમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને gujaratmirror.in દ્વારા 7 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની વાત એક અફવા માત્ર છે. રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા ટ્વિટ કરીને પણ આ માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.

screenshot-gujaratmirror.in-2020.05.07-21_21_06.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. akilanews.com

અમારી વધુ તપાસમાં અમને મનસુખ માંડવિયા દ્વારા 7 મે, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ તેઓએ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે, આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી એ માહિતી એક અફવા માત્ર છે. કેટલાક અણસમજુ લોકો દ્વારા આ પ્રકારની ખોટી માહિતી પક્ષને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હોય છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી એ માહિતી એક અફવા માત્ર છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી એ માહિતી એક અફવા માત્ર છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False