શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……

True રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ravi Adrola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી. નીતિન પટેલની કેન્દ્ર સરકાર પાસે માંગણી:દારૂબંધીને કારણે આવક ઘટે છે,તે કેન્દ્ર ભરપાઈ કરે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નિતિન પટેલ દ્વારા કેન્દ્ર સરકાર પાસે દારૂ બંધીના બદલામાં વધુ ગ્રાન્ટ માંગવામાં આવી હતી.

FACEBOOK| PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “Nitin patel statement after meet nirmala sitharaman statement” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્રાપ્ત થયુ હતુ કે, જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા આ પ્રકારે જ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

NEWS 18.png

NEWS 18 | ARCHIVE

SANDESH.png

SANDESH | ARCHIVE

ZEE 24 KALAK.png

ZEE 24 KALAK | ARCHIVE

ARCHIVE

આમ, નિતિન પટેલ દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા દિલ્હીમાં નિર્મલા સિતારમણને મળ્યા બાદ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: True

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •