
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઘણા લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાની આવાજો સાંભળતા જાણવા મળે છે કે, તે લોકો ઈમરાન ખાન જીંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પંજાબ બનશે ખાલિસ્તાન, કશમીર બનશે પાકિસ્તાન, અલ્લા હુ અકબર, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાનનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો હાલનો નથી. પરંતુ યુએસએમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની સામે લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારનો વિડિયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Juvansinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાનનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર એક વિડિયો પ્રાપ્ત થયો હતો. વાયરલ વિડિયોમાં જોવા મળતા લોકો આ વિડિયોમાં પણ જોવા મળી રહ્યા છે.
આ વિડિયોમાં તે લોકો પણ એ જ નારે બાજી કરી રહ્યા છે. જે વાયરલ વિડિયોમાં સંભળાઈ રહ્યા છે. આ વિડિયોમાં 0.58 મિનિટ થી લઈ 1.35 મિનિટ સુધી ખાલિસ્તાન અને કશ્મીર માટે નારે બાજી સાંભળી શકાય છે. આ દરમિયાન તમે અલ્લાહ હુ અકબરના નારા લગાવતા સાંભળી શકાય છે. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ છે કે, “ભારતીય-અમેરિકી લોકોએ યુએનની સામે ન્યુચોર્કમાં પીએમ મોદી સામે તેમનો ગુસ્સો કાઢ્યો હતો.” આ વિડિયો 29 સપ્ટેમ્બર 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો.
નીચે આપવામાં આવેલી તુલનાત્મક ફોટોને તમે વાયરલ થઈ રહેલી વિડિયો અને ઉપરોક્ત યુટ્યુબ વિડિયોમાં જોવા મળતા લોકોને જોઈ શકાય છે.
ત્યાર બાદ યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સામે લોકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના અન્ય વિડિયો પણ પ્રાપ્ત થયા હતા.
ત્યારબાદ અમે યુટ્યુબ વિડિયોમાં આપવામાં આવેલી જાણકારીને ધ્યાન રાખી ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ધ વાયરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 28 સપ્ટેમ્બર 2019ના પ્રકાશિત સમચાર અનુસાર, “હજારો દક્ષિણ એશિયાઈ અને સંબંધિત ઉત્તર અમેરિકાના રહેવાસીઓએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય સામે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ કારણ કે નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોઘિત કર્યુ હતુ. જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, “ભારતમાં એક અઘોષિત આપાતકાલ, કશ્મીરમાં “સૈન્ય કબ્જે”, દલિતો અને મુસ્લિમોં સાથે લિંચિંગ, મહિલાઓં સામે થઈ રહેલી હિંસા, શ્રમિકોં કિસાનો, આંદિવાસિઓના અધિકારોના ઉલ્લંઘનનો વિરોધ કરવા આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નથી. પરંતુ યુએસએમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની સામે લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારનો વિડિયો છે.

Title:USમાં વર્ષ 2019માં થયેલા વિરોધ પ્રદર્શનને હાલના ખેડૂત આંદોલન વિશે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.
Fact Check By: Yogesh KariaResult: False
