શું ખરેખર મધ્યપ્રદેશના ભેડા ઘાટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dipak Devaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. નર્મદા મૈયા નો અલોકગીત અને વિરાટ સ્વરૂપ કદાચિત કોઈએ જોયું હશે ! નર્મદા મૈયા, ભેડા ઘાટ, જબલપુર (મ.પ્ર.) શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 230 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 727 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મધ્યપ્રદેશમાં આવેલા ભેડા ઘાટનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર વર્ષ 2019નો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ધોધ કર્ણાટકમાં આવેલો જોગ ફોલ્સ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને લોકસત્તા ન્યુઝ ચેનલ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી આ વિડિયો ઓગસ્ટ 2019ના શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કર્ણાટકના લોકપ્રિય પર્યટન સ્થળ જોગ ધોધનું આ અદભૂત દૃશ્ય. મહારાષ્ટ્રના સાંગલી, કોલ્હાપુરની જેમ કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

ARCHIVE

ભેડા ઘાટ અને જોગ ફોલ્સ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોએ મધ્યપ્રદેશના ભેડા ઘાટનો નથી. પરંતુ કર્ણાટકના જોગ ફોલ્સનો વિડિયો છે. 

Avatar

Title:શું ખરેખર મધ્યપ્રદેશના ભેડા ઘાટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False