શું ખરેખર સિંહણનો આ હ્યદય દ્રાવક ફોટો ગીરના જંગલનો છે....? જાણો શું છે સત્ય...
ગીરની ધરા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શંકટ હોય સંતાનનું, જનની કેમ જોઈ શકે... હોય સામર્થ્ય પંડનું, હાથધરી કેમ બેસી શકે... મા... મા હોય છે... તે પછી મનુષ્ય હોય,પશુ હોય, પક્ષી હોય કે જીવજંતુ હોય.... ત્યારે જ માની મમતાના ઉદાહરણો અપાઈ છે.. આવી જ એક મમતા ભરી તસવીર ગીરના જંગલની સામે આવી છે... જે ભાગ્યે જ જોવા મળતી હોય છે.. કારણ કે, અહીં એક સિંહણ પોતાના બચ્ચાઓને બચાવવા માટે ખુદ જોખમ ખેડીને બચ્ચાને નદીમાંથી બહાર કાઢે છે... #હીંદુસ્તાની003” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 52 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના ગીરના જંગલનો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને HREXACHનો 2 માર્ચ 2014નો એક બ્લોગ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યા હતા આ સિવાયના પણ અન્ય ફોટોને શેર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે, કેન્યાની નટિયાકિતિક નદી પરના આ દ્રશ્યોને ગ્રિક ફોટોગ્રાફર કિરિઆકોસ કાઝિરાસે ડિસેમ્બરમાં તેમના પ્રવાસ દરમિયાન તેમના કેમેરામાં કેદ કર્યા હતા.
દુનિયાના જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ આ ફોટો સાથેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેમાં પણ કેન્યાની નટિયાકિતિક નદી પરના આ દ્રશ્યોને ગ્રિક ફોટોગ્રાફર કિરિઆકોસ કાઝિરાસે ડિસેમ્બરમાં તેમના પ્રવાસ દરમિયાન તેમના કેમેરામાં કેદ કર્યા હતા વિગત આપવામાં આવી હતી. ડેઈમેલ.યુકે દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
BBC દ્વારા પણ આ અંગનો વિસ્તૃત અહેવાલ તારીખ 7 માર્ચ 2014નો પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો ગીરનો નથી. આ ફોટો કેન્યાની નદીનો છે. ડિસેમ્બર 2013માં ગ્રીસ ફોટોગ્રાફર કિરિયાકોસ કજિરાસ દ્વારા તેમના કેમેરામાં આ ફોટોને કેદ કરવામાં આવ્યા હતા.
Title:શું ખરેખર સિંહણનો આ હ્યદય દ્રાવક ફોટો ગીરના જંગલનો છે....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False