છાતીના એક્સ-રેમાં વંદો દેખાતો હોવાનો ખોટો મેસેજ ફરીથી થયો વાયરલ…જાણો શું છે સત્ય…

False તબીબી I Medical સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “ભારતમાં ડોક્ટરએ એક્સ-રે રિપોર્ટ તરફ નજર નાખી અને કહ્યું, “જીવંત વંદો તમારી છાતીની અંદર ફસાઈ ગયો છે. તમારે કોઈ શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની જરૂર પડશે.” દર્દી શસ્ત્રક્રિયા માટે સિંગાપોર ગયો! ડોક્ટરએ તપાસ કરી અને કહ્યું કે “તમારી છાતીની અંદર કોઈ વંદો નથી! જો કે, તમારા દેશમાં એક્સ-રે મશીનની અંદર વંદો હતો.”😂😂” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “આ છાતીના એક્સ-રેમાં વંદો દેખાઈ રહ્યો છે.”

screenshot-web.whatsapp.com-2019.12.09-21_06_54.png

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો. Facebook Post | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને વિકિપીડિયા વેબસાઈટ પર એક ચેસ્ટ રેડિયોગ્રાફ પેજ પ્રાપ્ત થયું હતું. જેમાં આ ફોટોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૂળ એક્સ-રેમાં વંદો ક્યાંય દેખાતો નથી એવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ સાથે એવી માહિતી પણ આપવામાં આવી છે કે, આ ફોટો 21 વર્ષની મહિલા સોકર ખેલાડીનો છે. જ્યારે તે રમતી વખતે બીજા ખેલાડી સાથે અથડાઈ ત્યારે તેની છાતી ધ્રુજતી હતી. તેથી તેણે આ એક્સ-રે કઢાવી હતી. તેમાં ક્યાંય વંદો દેખાતો નથી. આ બંને એક્સ-રે ફોટોની તુલના તમે નીચે જોઈ શકો છો.

image3.png

મૂળ ફોટો અમને અહીંથી પ્રાપ્ત થયો – વિકિપીડિયા

થોડા વર્ષો પહેલા આ સંદેશ ઝિમ્બાબ્વેમાં એક દર્દીની છાતીમાં વંદો ફસાઈ ગયો હોવાની માહિતી સાથે વાયરલ થયો હતો. ત્યાર બાદ પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી મેરિલીન મુનરો દ્વારા એક ફોટો સાથે ફોટોશોપનો ઉપયોગ કરીને એક્સ-રે બતાવવામાં આવી હતી. આફ્રિકામાં આ સંદેશ વાયરલ થયા બાદ કંબોડિયામાં આરોગ્ય મંત્રાલયે 2018 માં આ સંદેશનો ખુલાસો કર્યો હતો. એક્સ-રેમાં વંદો હોવાનો સંદેશ ખોટો છે અને લોકોએ તેને સત્ય માનવું ન જોઈએ.

image1.png

મૂળ સમાચાર તમે અહીં જોઈ શકો છો – khmertimeskh.com | Archive | thesundaily | Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સિંગાપુરમાં એક દર્દીની છાતીમાં વંદો હોવાની માહિતી સાથેનો ફોટો ખોટો છે. તેને ફોટોશોપની મદદથી એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. આવી ખોટી માહિતી પર કોઈએ પણ વિશ્વાસ કરવો ન જોઈએ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પોસ્ટમાં મૂકવામાં આવેલો સિંગાપુરમાં એક દર્દીની છાતીમાં વંદો હોવાની માહિતી સાથેનો ફોટો ખોટો છે. તેને ફોટોશોપની મદદથી એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:છાતીના એક્સ-રેમાં વંદો દેખાતો હોવાનો ખોટો મેસેજ ફરીથી થયો વાયરલ…જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •