શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળ પોલીસ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામની એક યાદીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સબ ઈન્સ્પેક્ટર માટે પસંદગી પામેલી ઉમેદવારોની યાદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફક્ત ઓબીસી એ કેટેગરીના ઉમેદવારોની યાદીનો જ  છે. જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસની સત્તાવાર વેબસાઈટ પરથી અમને જાણવા મળ્યું હતું કે, આ ભરતી એસસી, એસટી, ઓબીસી અને બિનઆરક્ષણ વર્ગમાં આવતા તમામ ઉમેદવારો માટે કરવામાં આવી હતી. જેની અધૂરી યાદીના ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Yogesh Nai નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બંગાળ માં સબ ઈન્સ્પેક્ટર ની ભરતી માં તમામ મુસ્લિમ ને પાસ કરવા માં આવેલ છે નામ વાચીલો.હવે જાગી જાઓ હિન્દુઓ નહીં હવે દશા ખરાબ જ છે જાતી જ્ઞાતી છોડો ને એક થાવ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે.

screenshot-www.facebook.com-2021.06.28-20_28_24.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પશ્ચિમ બંગાળ પોલીસની સત્તાવાર વેબસાઈટ http://wbpolice.gov.in/ પર પશ્ચિમ બંગાળ પોલીસની સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં પાસ થયેલા તમામ ઉમેદવારોના નામની યાદી જોવા મળી હતી. જે એસસી, એસટી, ઓબીસી અને બિન આરક્ષિત વર્ગ માટેની અલગ-અલગ હતી. જેમાંતી ફક્ત ઓબીસી એ માટે પાસ થયેલા 50 ઉમેદવારોની યાદીમાંથી પ્રથમ 37 ઉમેદવારોની યાદી ભ્રામક માહિતી સાથે સોસિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

screenshot-wbpolice.gov.in-2021.06.28-21_13_23.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સબ ઈન્સ્પેક્ટર માટે પસંદગી પામેલી ઉમેદવારોની યાદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફક્ત ઓબીસી એ કેટેગરીના ઉમેદવારોની યાદીનો જ  છે. જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસની સત્તાવાર વેબસાઈટ પરથી અમને જાણવા મળ્યું હતું કે, આ ભરતી એસસી, એસટી, ઓબીસી અને બિનઆરક્ષણ વર્ગમાં આવતા તમામ ઉમેદવારો માટે કરવામાં આવી હતી. જેની અધૂરી યાદીના ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…?

Fact Check By: Vikas Vyas 

Result: Misleading