પાણી ભરેલા ખાડામાં પડતા દંપતીનો આ વિડિયોને ગુજરાત સાથે કોઈ લેવા નથી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશના અલીગઢનો છે. ગુજરાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

વરસાદની સિઝનમાં ઠેર-ઠેર ખાડાઓ પડતા હોય છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્કૂટર પર જઈ રહેલુ દંપતી ખાડામાં પડે છે. આ વિડિયોને સોશિયલ મિડિયામાં ખૂબ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાણીના ખાડામાં પડતા દંપતીનો આ વિડિયો ગુજરાતનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mehul Kalaria નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાણીના ખાડામાં પડતા દંપતીનો આ વિડિયો ગુજરાતનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવી સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં વોટર માર્ક HT લખેલુ જોવા મળે છે. જે હિન્દુસ્તાન ટાઈમ્સનો સિમ્બોલ છે. જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા તેમના ફેસબુક પેજ પર આ વિડિયો શેર કર્યો હતો. 

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો ઉત્તર પ્રદેશના અલીગઢનો છે. ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાયા છે. જેના કારણે સ્કૂટી પર સવાર પોલીસકર્મી અને તેમની પત્ની વરસાદી પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા હતા. અને ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેમને ખાડામાંથી બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ અમને એનડીટીવીની યુટ્યુબ ચેનલ પર પોલીસકર્મી દયાનંદ સિંહનો એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો જે ખાડામાં પડી ગયા હતા. તેમાં તેઓ કહે છે કે તેમની પત્ની બીમાર હતી તેથી તે હોસ્પિટલ જઈ રહ્યો હતો. તેઓ વરસાદના પાણીથી ભરેલો ખાડો જોઈ શક્યા ન હતા અને તેઓ ખાડામાં પડી ગયા હતા. ત્યાં હાજર લોકોએ તેને બહાર કાઢ્યો. આ ઘટનામાં તેને અને તેની પત્નીને ઈજા થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોને ગુજરાત સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયો ઉત્તરપ્રદેશના અલીગઢ શહેરનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પાણી ભરેલા ખાડામાં પડતા દંપતીનો આ વિડિયોને ગુજરાત સાથે કોઈ લેવા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply