
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં દિલ્હી-આગરા યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. જેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bharat Dudhat નામના ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આગરા મથુરા હાઈવે લાઈવ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ABP NEWS HINDI દ્વારા 07 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ધુમ્મસને કારણે યુમના એક્સપ્રેસ હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 24 વાહનો એકબીજા સાથે ટકરાતાં 25 જેટલા લોકો ઘાયલ થયા હતા.
એનડીટીવી ઈન્ડિયા દ્વારા પણ આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર 8 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. India TV | The Quint | NMF News
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં દિલ્હી-આગરા યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. જેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
