શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાઓની હાલતનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

Ghanshyampatel Harsoda‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમેબર,2019  ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  ગુજરાતમાં આવા સુપર રોડ નો દંડ 10.000 હજાર જોઈ છે RTO ને આમા લંડન દેખાઈ છે. આ પોસ્ટમાં ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  ગુજરાતમાં આ પ્રકારના રોડ છે અને તેનો સરકાર દંડ વસૂલે છે. આ પોસ્ટને 28 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.04-12_41_19.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા એક ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.09.04-13_34_12.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આવો કોઈ જ રસ્તો ગુજરાતમાં હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ kapilvastupost.com દ્વારા 26 ઓગષ્ટ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરના નેશનલ હાઈવેના રસ્તાનો આ ફોટો છે. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-kapilvastupost.com-2019.09.04-13_43_13.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને દૈનિક જાગરણ દ્વારા 31 જુલાઈ, 2018 ના રોજ ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરના આજ રસ્તા અંગેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.jagran.com-2019.09.04-13_49_02.png

Archive

screenshot-www.jagran.com-2019.09.04-13_51_51.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાનો હોવાનું ક્યાંય સાબિત થતું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના રસ્તાનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાઓની હાલતનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False