કોરોના રસીકરણ ડ્રાઇવ એક નવા તબક્કે આવી છે અને રાજ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના અન્યરોગો હોય તેવા લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે, સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુદા-જુદા દેશોમાં કોરોનાની રસીના ભાવ જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે 250 રૂપિયામાં રસી આપી છે જ્યારે બાકીના વિશ્વમાં આ રસી માટે ખૂબ ઉંચી કિંમત વસૂલવામાં આવી રહી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં ઉલ્લેખિત દેશોની સરકારો તેમના નાગરિકોને COVID-19 રસી મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે. ભારત સરકાર પણ સાર્વજનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પર વિના મૂલ્યે COVID-19 રસી પૂરી પાડે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rashmikant Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે 250 રૂપિયામાં રસી આપી છે જ્યારે બાકીના વિશ્વમાં આ રસી માટે ખૂબ ઉંચી કિંમત વસૂલવામાં આવી રહી છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિવિધ દેશોમાં રસીના ભાવ શોધવા માટે કીવર્ડથી શોધ કરી હતી.

1. યુરોપ

યુરોપિયન આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સભ્ય દેશોનો મોટો હિસ્સો વિના મૂલ્યે રસીકરણ આપવાની ઇચ્છા ધરાવે છે. આગળ વેબસાઇટ જણાવે છે કે આ તબક્કે માત્રા દીઠ ચોક્કસ ભાવો ગુપ્તતાની ફરજો દ્વારા આવરી લેવામાં આવે છે. જો કે, એકંદર ખર્ચનો નોંધપાત્ર ભાગ રસી માટે યુરોપિયન યુનિયન ભંડોળના લાગત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

2. ચીન

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા અનુસાર, કોવિડ-19 રસી બધા ચીની લોકોને વિના મૂલ્યે આપવામાં આવશે.

3.અમેરિકા

અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગના અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફાઇઝર અને મોડર્ના પાસેથી COVID-19 રસીના વધારાના ડોઝની ખરીદી અંગે 11 ફેબ્રુઆરી 2021 ના રોજ, સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રસીની કોઈ પણ કિંમત લેવામાં નહીં આવે. જ્યારે ખાનગી ક્ષેત્રના વહિવટી ભાગીદારો માટે રસી વહિવટ ખર્ચ આરોગ્ય સંભાળ ચૂકવનારાઓ દ્વારા આવરી લેવામાં આવે છે, ખાનગી વીમો, મેડિકેર અને અનઇન્સ્યોર માટે કોવિડ-19ના ખર્ચને સમાવવા માટેનો એચ.એચ.એસ પ્રોગ્રામ, જે પ્રદાતા રાહત ભંડોળમાંથી મેડિકેર દરો પર પ્રદાન કરનારાઓને આપે છે.

4. ભારત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી CO-WIN 2.0 ગાઈડ લાઈનમાં નોંધ કરવામાં આવી હતી, રસીકરણ સરકારી રસીકરણ કેન્દ્રો પર વિના મૂલ્યે કરવામાં આવશે. લાભકર્તાએ વયના પુરાવા માટે ફોટો આઇડી દસ્તાવેજ (આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ) અને સહ-વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો) બતાવવું પડશે. કોઈપણ નિયુક્ત/મુક્તિવાળી ખાનગી આરોગ્ય સુવિધા પર રસી લેનારાઓએ પૂર્વ-નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડશે.

પીઆઈબી દ્વારા પ્રસારિત અહેવાલ મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ‘સીવીસી તરીકે કાર્યરત ખાનગી હોસ્પિટલો રૂ. 250 વ્યક્તિ દીઠ એક ડોઝના લઈ શકશે.

તેમ છતાં રસી ઉત્પાદકો જુદા-જુદા દેશોમાં ડોઝ દીઠ જુદા-જુદા ભાવે વેક્સિન વેચે છે, મોટાભાગના દેશો તેમના નાગરિકોને વિના મૂલ્યે રસી ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ઉલ્લેખિત દેશોની સરકારો તેમના નાગરિકોને COVID-19 રસી મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે. ભારત સરકાર પણ સાર્વજનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પર વિના મૂલ્યે COVID-19 રસી પૂરી પાડે છે.

Avatar

Title:તમામ દેશોમાં વેક્સિન મફત આપવામાં આવી રહી છે.....

Fact Check By: Yogesh Karia

Result: False