વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ સોશિયલ મિડિયામાં તેમને લઈ ઘણા કટાક્ષ થઈ રહ્યા છે. આ જ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનું ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ તદ્દન ખોટુ છે. જો બાયડેન દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી. આ ટ્વિટમાં એડિટ કરવામાં આવ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Prince Prince નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

ત્યારબાદ અમે જો બાયડેનના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. જે પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જો બાયડેન દ્વારા 8 નવેમ્બર 2020ના ઘણા ટ્વિટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે આ પ્રકારે કોઈ ટ્વિટ કર્યુ ન હતુ. તેમજ 7.18 AMના એક જ ટ્વિટ કર્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ જો બાયડેન દ્વારા આ સિવાય 7.18 Am પર કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ ન હતુ. તેમજ જો બાયડેન દ્વારા કરવામાં આવેલા ઓરિજનલ ટ્વિટ અને વાયરલ થઈ રહેલા ફેક ટ્વિટ વચ્ચેનું ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. જેમાં સમય અને તારીખ એક જ છે. પરંતુ લખાણ અલગ છે. તેમજ વાયરલ થઈ રહેલા ટ્વિટમાં પણ ફોન્ટ અલગ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ કોઈપણ રાજકીય નેતા દ્વારા આ પ્રકારે અન્ય દેશના રાજકીય નેતાને લઈ આ પ્રકારે કોઈ કટાક્ષ કરે તે વાત તદ્દન અઘરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ તદ્દન ખોટુ છે. જો બાયડેન દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી. આ ટ્વિટમાં એડિટ કરવામાં આવ્યુ છે.

Avatar

Title:શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી અને જો બાયડેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ...?

Fact Check By: Yogesh Karia

Result: False