શું ખરેખર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટો પકડાઈ તેનો આ ફોટો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીઓ સાથે 2000 ના નોટોની થોકડીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટોનો જથ્થો પકડાયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં તેલંગાણાના ખમ્મમ ખાતે પોલીસે 5 લોકોને 6 કરોડ રુપિયાની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kanani Montu Baldana નામના ફેસબુક યુઝર દ્વારા 16 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પશ્ચિમબંગાળમાં ભાજપ ના નેતાને ઘરેથી પકડાયો 2000 ની નોટો..... આ પ્રજા ના જ પૈસા છે પરંતુ પ્રજા માટે નહિ પણ ચૂંટણી માટે છે..... એટલે ભક્તોએ બહુ મોજમાં ના આવી જવું... જેની જાહેર જનતાએ નોંધ લેવી ...... પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટોનો જથ્થો પકડાયો તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ANI દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 2 નવેમ્બર, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના વર્ષ 2019 માં બની હતી. તેલંગાણાના ખમ્મમ ખાતે પોલીસે 5 લોકોને 6 કરોડ રુપિયાની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા તેનો આ ફોટો છે.
આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર Zee Salam દ્વારા 2 નવેમ્બર, 2019 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અને માહિતી સાથેના સમાચારનો વીડિયો નવભારત ટાઈમ્સ દ્વારા 3 નવેમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની માહિતીના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. financialexpress.com | aninews.in
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં તેલંગાણાના ખમ્મમ ખાતે પોલીસે 5 લોકોને 6 કરોડ રુપિયાની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા તેનો છે.
Title:શું ખરેખર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટો પકડાઈ તેનો આ ફોટો છે...?
Fact Check By: Vikas VyasResult: False