PM નરેન્દ્ર મોદીના અન્ય ક્રાર્યક્રમના વિડિયોને મોરબીની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફોટો પડાવવા માટે લોકોને દૂર કરવામાં નથી આવી રહ્યા પરંતુ મંચ પર સાંસદ તેમજ અધિકારીઓને ઝડપથી આવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અમદાવાદનો છે.

મોરબીમાં હાલમાં પુલ તુટવાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તેમના ગૃહરાજ્યની આ ઘટનાને લઈ મોરબી આવી પહોચ્યા હતા અને લોકો સાથે મુલાકાત કરી હતી અને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ જ પૃષ્ટભૂમિ પર તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં પણ ફોટો પડવાને પ્રાધાન્ય આપ્યુ અને આ હાલનો તેમનો ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sevak Ashish નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં પણ ફોટો પડવાને પ્રાધાન્ય આપ્યુ અને આ હાલનો તેમનો ફોટો છે.

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સ્ક્રિનશોટ પર જીએસટીવી લખેલુ જોયુ તેથી અમે જીએસટીવીની વેબસાઈટ પર તપાસ કરી હતી. પરંતુ આ ફોટો સાથે અહેવાલ તેમણે તેમની વેબસાઈટ પરથી હટાવી દિધો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

જીએસટીવી 

પીએમ મોદીનો આ વિડિયો ક્યાનો છે.?

તેમજ અમારી પડતાલને આગળ વધારવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પીએમ નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જોઈ શકાય છે કે તેઓ અધિકારીઓને મંચ પર ઝડપથી આવવા માટે કહી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા પણ આ કાર્યક્રમનો વિડિયો તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે, ”માનનીય PM સાથે અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદેપુર ટ્રેનના ફ્લેગઓફ સમારોહમાં ભાગ લીધો.” 

Archive

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર ટ્રેનના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી અધિકારીને ઈશારો કરીને ઝડપથી સ્ટેજની નજીક બોલાવી રહ્યા હતા અધિકારીને સાઇડમાં હટવા નહોતા કહી રહ્યા. GSTV ન્યૂઝ દ્વારા કરાયેલો દાવો ખોટો છે તથા અધૂરી ક્લિપ શૅર કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફોટો પડાવવા માટે લોકોને દૂર કરવામાં નથી આવી રહ્યા પરંતુ મંચ પર સાંસદ તેમજ અધિકારીઓને ઝડપથી આવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:PM નરેન્દ્ર મોદીના અન્ય ક્રાર્યક્રમના વિડિયોને મોરબીની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False