શું ખરેખર ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે”?... જાણો શું છે સત્ય...
તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટો દૈનિક ભાસ્કર સમાચારપત્રમાં આપવામાં આવેલા સમાચારનો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણેના કોઈ જ સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા નથી એવું દૈનિક ભાસ્કર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ આવી કોઈ જ માહિતી અમને ગુગલ પર પણ પ્રાપ્ત થઈ નહતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 27 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભૂંડભક્તો ની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ છે અને તમે બળેલા પર મીઠું છાંટો છો સુનક કાકા... 🙏😂😂. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને ડાબી બાજુ પર ખૂણામાં દૈનિક ભાસ્કરનો લોગો જોવા મળ્યો હતો. જેના પરથી અમે દૈનિક ભાસ્કરની સત્તાવાર વેબસાઈટ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની માહિતી જોવા મળી નહતી.
ત્યાર બાદ અમે દૈનિક ભાસ્કરના સત્તાવાર ટ્વિટર પર સર્ચ કરતાં અમને 28 ઓક્ટોમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ પ્રકારની કોઈ પણ સ્ટોરી કે સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા નથી. આ કોઈ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવેલી હરકત છે. કૃપા કરીને આવી કોઈ ભ્રામક માહિતીની જાળમાં ફસાસો નહીં.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણેના કોઈ જ સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા નથી એવું દૈનિક ભાસ્કર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ આવી કોઈ જ માહિતી અમને ગુગલ પર પણ પ્રાપ્ત થઈ નહતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
Title:શું ખરેખર ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે”?... જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False