જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ફોસિસની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાની પાછળનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીની આ સત્ય ઘટનાની માહિતી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ માહિતીમાં સુધા મૂર્તિએ તેમના જીવનના અનુભવોને ટૂંકી વાર્તાઓ દ્વારા વર્ણવ્યા છે. સુધા મૂર્તિએ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, 23 ટૂંકી વાર્તાઓના સંગ્રહમાં બે લોકોના વાસ્તવિક નામો સિવાય બાકીના નામ બદલવામાં આવ્યા છે. એટલે કે, ‘ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્ક’ પુસ્તક વાંચવાથી આપણને ખબર પડી કે, વાસ્તવિક સંદેશમાં ઉષા સુધા મૂર્તિ છે અને ચિત્રા એ છોકરી છે જેણે સુધા મૂર્તિની મદદથી જીવનમાં સફળતા મેળવી છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ મહિતીમાં સુધામૂર્તિનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhiren Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 31 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 

Allways b positive. 

very touchy real story.

એકવાર TTE (ટ્રેન ટિકિટ એક્ઝામિનર) જે મુંબઈથી બેંગ્લોર જતી ટ્રેનમાં ડ્યુટી પર હતા તેણે એક છોકરીને પકડી લીધી જે સીટ નીચે છુપાઈ રહી હતી. તેણી લગભગ 13 કે 14 વર્ષની હતી.

ટીટીઈએ યુવતીને તેની ટિકિટ બનાવવા કહ્યું. યુવતીએ ખચકાટ સાથે જવાબ આપ્યો કે તેની પાસે ટિકિટ નથી.

ટીટીઈએ યુવતીને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતરવાનું કહ્યું.

અચાનક, પાછળથી અવાજ આવ્યો, “હું તેના માટે ચૂકવણી કરીશ.” તે શ્રીમતી ઉષા ભટ્ટાચાર્યનો અવાજ હતો, જેઓ વ્યવસાયે કોલેજના લેક્ચરર હતા.

શ્રીમતી ભટ્ટાચાર્યએ છોકરીની ટિકિટના પૈસા ચૂકવ્યા અને તેને પોતાની પાસે બેસવા વિનંતી કરી. તેણીએ તેણીને પૂછ્યું કે તેનું નામ શું છે.

“ચિત્રા”, છોકરીએ જવાબ આપ્યો.

“તમે ક્યાં જઈ રહ્યા છો?”

“મારી પાસે જવા માટે ક્યાંય નથી,” છોકરીએ કહ્યું.

“તો મારી સાથે આવ.” શ્રીમતી ભટ્ટાચાર્યએ તેને કહ્યું. બેંગ્લોર પહોંચ્યા પછી, શ્રીમતી ભટ્ટાચાર્યએ છોકરીને એક NGOને સોંપી દીધી, તેની સંભાળ લેવામાં આવશે. બાદમાં શ્રીમતી ભટ્ટાચાર્ય દિલ્હી શિફ્ટ થઈ ગયા અને બંનેનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી ગયો.

લગભગ 20 વર્ષ પછી, શ્રીમતી ભટ્ટાચાર્યને સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.એ.માં કૉલેજમાં વ્યાખ્યાન આપવા આમંત્રણ આપવામાં આવ્યું.

તે એક રેસ્ટોરન્ટમાં જમતી હતી. તેણીએ સમાપ્ત કર્યા પછી, તેણીએ બિલ માટે પૂછ્યું, પરંતુ તેણીને કહેવામાં આવ્યું કે તેણીનું બિલ પહેલેથી ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે એક સ્ત્રી તેના પતિ સાથે તેની સામે જોઈને હસતી હતી. શ્રીમતી ભટ્ટાચાર્યએ દંપતીને પૂછ્યું, “તમે મારું બિલ કેમ ચૂકવ્યું?”

યુવતીએ જવાબ આપ્યો, “મૅડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની તે ટ્રેનની મુસાફરી માટે તમે મારા માટે ચૂકવેલા ભાડાની તુલનામાં મેં જે બિલ ચૂકવ્યું તે ખૂબ જ ઓછું છે.

બંને મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા.

“ઓહ ચિત્રા… એ તું જ છે…!!!” શ્રીમતી ભટ્ટાચાર્યએ આશ્ચર્યચકિત થઈને કહ્યું

એકબીજાને ગળે લગાડતી વખતે યુવતીએ કહ્યું, “મૅમ મારું નામ હવે ચિત્રા નથી. હું સુધા મૂર્તિ છું. અને આ મારા પતિ છે… નારાયણ મૂર્તિ.”

આશ્ચર્ય પામશો નહીં. તમે ઈન્ફોસિસ લિમિટેડના ચેરમેન શ્રીમતી સુધા મૂર્તિ અને કરોડો ઈન્ફોસિસ સોફ્ટવેર કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ શ્રી નારાયણ મૂર્તિની સાચી વાર્તા વાંચી રહ્યા છો.

હા, તમે જે થોડી મદદ કરો છો તે અન્ય લોકોનું આખું જીવન બદલી શકે છે!

“કૃપા કરીને જેઓ મુશ્કેલીમાં છે તેમનું સારું કરવાથી રોકશો નહીં, ખાસ કરીને જ્યારે તે તમારી શક્તિમાં હોય ત્યારે.”

તમને સુંદર સુખી જીવનની શુભેચ્છા…

જય શ્રી કૃષ્ણ

જય શ્રી રામ 

@everyone

સુધામૂર્તિના આ ફોટો સાથેની માહિતીના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીની આ સત્ય ઘટનાની માહિતી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સુધામૂર્તિના જીવનમાં આવો કોઈ બનાવ બન્યો હતો કે કેમ? એ જાણવા માટે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને 17 ડિસેમ્બર, 2016 ના રોજ સ્પીકિંગ ટ્રી વેબસાઈટ દ્વારા મુટેન્ડર વેલિશાલા દ્વારા શેર કરવામાં આવેલો એક બ્લોગ પ્રાપ્ત થયો હતો. ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિના ટૂંકી વાર્તા સંગ્રહમાંથી એક ટૂંકી વાર્તાના રુપમાં સ્પીકિંગ ટ્રી પર મુટેન્ડર વેલિશાલા દ્વારા બોમ્બે ટુ બેંગ્લોરની ટૂંકી વાર્તા શેર કરવામાં આવી છે.

ત્યાર બાદ અમે ઈન્ટરનેટ પરથી બોમ્બે ટુ બેંગ્લોર વિશે વધુ માહિતી એકત્રિત કર્યા પછી જાણવા મળ્યું હતું કે, તે 2012 માં સુધા મૂર્તિ દ્વારા લખાયેલ ટૂંકી વાર્તાઓના સંગ્રહમાંની 23 વાર્તાઓમાંથી એક છે. જેને ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્ક કહેવાય છે.

સુધા મૂર્તિએ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, પુસ્તકમાં તેમના દ્વારા લખવામાં આવેલી દરેક ટૂંકી વાર્તાના પાત્રો વાસ્તવિક છે અને બે વ્યક્તિઓ સિવાય બાકીના બધાને પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા છે. વિષ્ણુ અને પોર્ટડો એ સંગ્રહમાં માત્ર બે નામો છે જે વાસ્તવિક નામો છે. એટલે કે, જ્યારે ઉષા (સુધા મૂર્તિ) ટ્રેનમાં ચિત્રા (કાલ્પનિક નામ) નામની છોકરીને મળી, તેણીને સાથે લાવી, ભણાવી અને પછી ઘણા વર્ષો પછી તેણીને મળી, સુધા મૂર્તિના જીવનમાં બનેલી આ ઘટનાઓ છે. આ પુસ્તક પેંગ્વિન બુક્સ દ્વારા 2012માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

આ સિવાય સુધા મૂર્તિના પિતા ડૉ. આરએચ કુલકર્ણી પણ ખૂબ જ પ્રખ્યાત સર્જન હતા. કર્ણાટક BVB કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં સ્નાતક અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ, સુધા મૂર્તિનો જન્મ અને પાલન-પોષણ કર્ણાટકમાં એક શ્રીમંત પરિવારમાં થયો હતો.

બોમ્બે ટુ બેંગ્લોરની ટૂંકી વાર્તા સ્પીકિંગ ટ્રી પર શેર કરવામાં આવી છે.

SpeakingTree.in

ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્ક લઘુકથા સંગ્રહ.

Google Books

સુધામૂર્તિ તેમના પરિવાર સાથે…

Wiki Bio Business

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ માહિતીમાં સુધા મૂર્તિએ તેમના જીવનના અનુભવોને ટૂંકી વાર્તાઓ દ્વારા વર્ણવ્યા છે. સુધા મૂર્તિએ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, 23 ટૂંકી વાર્તાઓના સંગ્રહમાં બે લોકોના વાસ્તવિક નામો સિવાય બાકીના નામ બદલવામાં આવ્યા છે. એટલે કે, ‘ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્ક’ પુસ્તક વાંચવાથી આપણને ખબર પડી કે, વાસ્તવિક સંદેશમાં ઉષા સુધા મૂર્તિ છે અને ચિત્રા એ છોકરી છે જેણે સુધા મૂર્તિની મદદથી જીવનમાં સફળતા મેળવી છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ મહિતીમાં સુધામૂર્તિનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ફોસિસની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાની પાછળનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False