જાણો ઔરંગઝેબને પોતાનો ભાઈ કહેવાના ઉદ્ધવ ઠાકરેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબને તેમનો ભાઈ કહેવાની સાથે એવું કહી રહ્યા છે કે, ઔરંગઝેબે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ ઔરંગઝેબને તેમનો ભાઈ કહ્યો હોવાના નામે તેમના નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajesh Gayakwad નામના ફેસબુક યુઝર દ્વારા 28 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઔરંગઝેબ ઉદ્ધવ ઠાકરે નો ભાઈ હતો અને તેણે દેશ માટે કુરબાની આપી હતી.!!…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબને તેમનો ભાઈ કહેવાની સાથે એવું કહી રહ્યા છે કે, ઔરંગઝેબે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને શિવસેનાના એક યુટ્યુબ હેન્ડલ પર 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને 30.35 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો જોવા મળ્યો હતો. જેમાં ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબ નામના એક સૈનિકની વાત કરી રહ્યા છે. જે જુલાઈ 2018 માં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યો હતો. 

આ વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, दुनिया का सबसे ताकतवर आदमी पिछले आठ साल से देश का प्रधानमंत्री है, हिंदुत्व वादी है, हिन्दू है, तो भी हिन्दू आक्रोश कर रहे हैं, ये कोनसा हिंदुत्व है, ये कौन सा राम राम है।

और कांग्रेस का जो राजा था तब एक नारा लगाया जाता था, इस्लाम खतरे में हैं, अब नारा बदल गया, अब हिंदू खतरे में है। तो किस का राज अच्छा था।

આગળ તેઓ એવું કહે છે કે, हमारी किसी से कोई दुश्मनी है नहीं यह उत्तर भारतीयों से है, न मुस्लिमों से है, जो भी इस देश को अपना देश और मातृभूमि मानता है, जैसे आपने कहा उत्तर प्रदेश तो आपके जन्म भूमी और ये कर्म भूमि है, तो इस देश के प्रति अपना एक कर्तव्य बनता है। तो हमारे देश को मातृभूमि मानने वाला हर कोई हमारा भाई है।

और आते समय थोड़ी देर हो गई इसलिए क्यों की घर में भी कुछ उत्तर भारती आए थे, हां सच में आये थे, वो आज शाम को जा रहे थे तो , उन्होंने पूछा अगर आप हैं तो हम मिलना चाहते हैं, तो आई ये.। तो में यही उनको कह रहा था की देखो  हमारा हिंदुत्व कैसा है, जो मेरे पिता जी ने हमें सिखाया – एक पिछले तीन चार सालों की बात है- आप भूल गए होंगे या आपको शायद याद भी नहीं होगा

एक अपना फौजी था कश्मीर में , तो छुट्टी लेकर घर जा रहा था परिवार को मिलने के लिए, जब आतंकवादियों को पता चला कि ये अभी छुट्टी लेकर अकेला जा रहा है, बीच में उसे किडनैप किया गया। ऐसे हलाल के लिए वहां कुछ दिन बाद उसे छीन बिछन कर फेंक दिया था, कुछ दिन बाद उसका मृत शरीर कहीं मिला। 

वो अपना था की नहीं था ? उसने देश के लिए कुर्बानी दे दी। अभी में अगर कहुं हां वो मेरा भाई था। तो आप बोलेंगे आपको नाम पता है क्या है? उसका नाम था औरंगजेब । होगा ना मजहब से मुसलमान होगा। लेकिन उसने अपने देश के लिए कुर्बानी दी। उसने भारत माता के लिए अपनी जान तक दे दी क्या वो अपना भीई नहीं था।

નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

આજ વીડિયો અમને અન્ય કેટલાક મધ્યમો પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. ABP MAJHA | Time Maharashtra

કોણ હતો ઔરંગઝેબ નામનો ભારતીય સૈનિક?

જૂન 2018માં છપાયેલા સમાચાર અનુસાર, ઓપરેશન સમીર ટાઈગરના હીરો ઔરંગઝેબનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. અપહરણના સ્થળથી લગભગ આઠ કિલોમીટર દૂર આવેલા ગુસુ ગામમાંથી ઘટનાના લગભગ 12 કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ પુલવામા જિલ્લાના દરેક ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને આતંકીઓના ઘરે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પુંછનો આ બહાદુર સૈનિક આતંકવાદી સમીરને મારનાર મેજર શુક્લાની ટીમમાં સામેલ હતો, જેણે અનેક મોટા ઓપરેશનને અંજામ આપ્યો હતો. ઈદની રજા પર ઘરે જઈ રહેલા ઔરંગઝેબનું પુલવામાથી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. તેને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ ઔરંગઝેબને તેમનો ભાઈ કહ્યો હોવાના નામે તેમના નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ઔરંગઝેબને પોતાનો ભાઈ કહેવાના ઉદ્ધવ ઠાકરેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context