
હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, એબીપી અસ્મિતાની ન્યુઝ ચેનલની આ સમાચાર પ્લેટ ફર્જી છે. બ્રિજેશ મેરજા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન કરવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપાના મોરબીના પેટા ચૂંટણીના ઉમેદવાર બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ કે, આ પ્રકારે કોઈ નિવેદન મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર બ્રિજેશ મેરજા દ્વારા આપવામાં આવ્યુ છે કે નહિં.? પરંતુ આ પ્રકારે કોઈ બ્રિજેશ મેરજા દ્વારા આપવામાં આવ્યુ હોવાનું અમને પ્રાપ્ત થયુ ન હતુ.
ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે બ્રિજેશ મેરજાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હિતક્ષત્રુઓ દ્વારા આ પ્રકારે મારા નામે ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે. કોઈ પણ રાજકારણી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવતુ નથી. મે ક્યારેય આ પ્રકારે નિવેદન આપ્યુ નથી.”
તેમજ અમે ત્યાર બાદ અમે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પહેલા પણ અમારી ન્યુઝચેનલની ન્યુઝ પ્લેટ ખોટી રીતે વાયરલ થઈ હતી. અગાઉ અમે આ અંગે ખુલાસો કરી ચુક્યા છીએ કે, એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં નથી આવ્યા આ ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે.”
આ અગાઉ પણ એબીપી અસ્મિતાના ન્યુઝ પ્લેટનો ઉપયોગ કરી ભાજપાના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી અમીત શાહના ખોટા નિવેદનો વાયરલ કરવામાં આવી રહ્યા હતા. જેની પડતાલ ફેકક્રેન્ડો દ્વારા કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટ ખોટી છે. બ્રિજેશ મેરજા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન કરવામાં નથી આવ્યુ.

Title:શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
