દર શનિવારે બેંક બંધ રહેવાને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

IBA દ્વારા આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજુ આ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. 

આજના ડિજિટલ સમયમાં, ઘણા લોકો તેમની બેંકિંગ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે જ્યારે બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે. જો કે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતમાં બેંક હવે માત્ર સોમવારથી શુક્રવાર જ ખુલ્લી રહેશે દર અઠવાડિયા શનિવારે પણ બેંક બંધ રહેશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

gujarati_kalrav નામના ઈનસ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 03 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં બેંક હવે માત્ર સોમવારથી શુક્રવાર જ ખુલ્લી રહેશે દર અઠવાડિયા શનિવારે પણ બેંક બંધ રહેશે.”

Instagram | In post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને DNA India દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, દેશભરના બેંક યુનિયનોએ આખા વર્ષ દરમિયાન પાંચ દિવસના કામકાજના સપ્તાહ માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનો અર્થ છે કે જો IBA નજીકના ભવિષ્યમાં તેમની દરખાસ્તને ધ્યાનમાં લેશે અને મંજૂર કરી શકે છે. 

DNA India | Archive

તેમજ આ દરખાસ્તમાં વધુ એક પણ સુચના કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “સુધારેલા કામકાજના કલાકો સવારે 9:45 થી સાંજે 4:45 વાગ્યાના બદલે સવારે 9:15 થી સાંજના 4:45 સુધી રહેશે. રોકડ વ્યવહારોના સમયને સુધારીને સવારે 9:30 થી 1:30 અને બપોરે 2 થી 3:30 સુધી અને બિન-રોકડ વ્યવહારો બપોરે 3:30 થી 4:45 વાગ્યા સુધી કરવામાં આવશે.” બેંકને લઈ અહેવાલ પ્રસારિત કરતી બેંકર્સઅડ્ડા વેબસાઇટ પર આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને બિઝનેસ સ્ટાનર્ડનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ “જો દરખાસ્તને IBAની મંજૂરી મળે છે, તો તેને નાણા મંત્રાલય અને ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને મંજૂરી માટે મોકલવામાં આવશે.” 

તેમજ અમારી પડતાલને વધુ મંજૂર કરવા અમે અમદાવાદની એસબીઆઈ બેંકના મેનેજર જયેન્દ્ર  જોષી સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રસ્તાવને લઈ હજુ સુધી ક્યાંય થી પણ મંજૂરી પ્રાપ્ત થઈ નથી. હાલમાં બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે. તેમજ આરબીઆઈ દ્વારા આ અંગે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ અંગે દેશના તમામ બેંક યુનિયનો દ્વારા આ અંગે IBAને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. પરંતુ IBA દ્વારા આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજુ આ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દર શનિવારે બેંક બંધ રહેવાને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: PARTLY FALSE