શું ખરેખર 23 તારીખ પછી રૂપાણી સરકાર પડી જશે…? જાણો શું છે સત્ય………

False રાજકીય I Political

ફેસબુક પર Patidar Live News Gujarat નામના પેજ દ્વારા તા.30 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શંકરસિંહ બાપુએ કહ્યું કે, 23 મે પછી ગગડી જશે રૂપાણી સરકાર

શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 388 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 42 લોકો દ્વારાએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 90થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે સૌ પ્રથમ ગૂગલમાં શંકરસિંહ બાપુએ કહ્યું કે.. 23 મે પછી ગગડી જશે રૂપાણી સરકાર લખતા અમને નીચ મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત મળેલા પરિણામોમાં અમને જાણવા મળ્યું હતું કે, zeenews.india.com દ્વારા પણ આ પ્રકારે અહેવાલ 29 એપ્રિલ 2019 ના પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ અહેવાલમાં શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનું નિવેદન કયાં આપ્યું, કયારે આપ્યું અને કોણે આપ્યું તેનો ઉલ્લેખ જ ન હતો.

ઝીન્યુઝ.ઈન્ડિયા.કોમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ આપ નીચેની લિંક પર જઈ વાંચી શકો છો.

ORIGINAL LINK | ARCHIVE

ત્યાર બાદ અમે શંકરસિંહ વાઘેલાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ, ફેસબુર પેજ, પર ચેક કર્યું હતું. પરંતુ અમને ક્યાંય પણ શંકરસિંહ વાઘેલા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તેવું અમને ક્યાંય જાણવા મળ્યું ન હતું.

ત્યારબાદ અમે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક સાધતા તેમણે અમને જણાવ્યું હતું કે રૂપાણીની સરકાર પડી જાશે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો આમ, તેઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો જ રૂપાણીની સરકાર પડી જાશે.

ખરેખર શંકરસિંહના દાવા પ્રમાણે રૂપાણીની સરકાર પડી જાશે તે જાણવા અમે ભાજપાના પ્રવકતા ભરત પંડયા સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાની વાત સાવ ખોટી છે, મિડિયામાં લાઈમલાઈટમાં રહેવા માટે તેઓ અવાર-નવાર આ પ્રકારનું નિવેદન આપતા જ હોય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, શંકરસિંહ દ્વારા આ પ્રકારનું નિવેદન ક્યાંય પણ આપવામાં આવ્યું નથી. પરંતુ એ નિવેદન જરૂર આપ્યું છે કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતમાં રૂપાણી સરકાર નહિ રહે.

Avatar

Title:શું ખરેખર 23 તારીખ પછી રૂપાણી સરકાર પડી જશે…? જાણો શું છે સત્ય………

Fact Check By: Frany Karia 

Result: False