
Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુલામી નું ગૂમડું ગાંડે હોય એવા ગુલામો આપણે સમજાવે મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી હતા..પણ ગાંધી પરિવાર ની મરજી વગર પાંદડું પણ ના હલાવી શકતા…….જન્મદિવસ મનમોહન નો અને કેક કાપી લાહુલ્યે લ્યો બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીમાં કેક રાહુલ ગાંધી કાપી રહ્યા છે તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 53 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 678 લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 16 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે આ વીડિયો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને Indian National Congress ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 27 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જ હતો. પરંતુ આ વીડિયોના શીર્ષકમાં Former PM Manmohan Singh and Congress President Rahul Gandhi cut a cake on Congress Foundation Day એવું લખેલું હતું. એ પરથી એ માલૂમ પડે છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં જ્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારનો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને News18 Rajasthan દ્વારા 28 ડિસેમ્બર, 2018 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી ખાતે કોંગ્રેસના 134 મા સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને રાહુલ ગાંધી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ સમાચારને અન્ય મીડિયા માધ્યમ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
aajtak.intoday.in | navbharattimes.indiatimes.com | livehindustan.com |
Archive | Archive | Archive |
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો કોંગ્રેસના 134 મા સ્થાપના દિવસની ઉજવણીનો વર્ષ 2018 નો છે. જેને પૂર્વ વડાપ્રધાનના જન્મદિવસ સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના 134 મા સ્થાપના દિવસની ઉજવણીનો વર્ષ 2018 નો છે. જેને પૂર્વ વડાપ્રધાનના જન્મદિવસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
