વર્ષ 2015ની જુની ફોટોને હાલના હૈદરાબાદના એન્કાઉન્ટરના ફોટો તરીકે ફેલવવામાં આવી રહી…

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Divya Bhaskar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ / ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા – 27 નવેમ્બરે હૈદરાબાદની વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યું હતું, બીજા દિવસે તેની સળગેલી હાલતમાં લાશ મળી – સાઈબરાબાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, કોર્ટે તમામને 14 દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલ્યા હતા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5400 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 846 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 207 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે મુખ્ય તસ્વીર શેર કરવામાં આવી છે. તે હૈદરાબાદના બળાત્કારના આરોપીને એન્કાઉન્ટરમાં મારી પાડ્યા ત્યાની છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે આ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ થી શોધતા અમને 7 એપ્રિલ 2015નો Coastaldigest નામની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જ્યાં આ ફોટો સાથે અન્ય ફોટો પણ ઘટનાની મુકવામાં આવી હતી અને માહિતી પણ આપવામાં આવી હતી.  

CoastaldigestPost | Archive  

આ સિવાય TheHindu માં 7 એપ્રિલ 2015ના આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તિરૂપતિની નજીક શેષચલમ પહાડી પર્વતમાળામાં પોલીસ દ્વારા ચંદનના લાકડાની તસ્કરી કરતા શક્સોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ.  

The Hindu

ત્યારબાદ હાલની હૈદરાબાદની ઘટનામાં તમામ આરોપીના એન્કાઉન્ટરની ફોટો અંગે તપાસ કરતા અમને ANI દ્વારા આ ઘટનાની આપવામાં આવેલી ફોટો પ્રાપ્ત થઈ હતી.

ANI TWEET

ANIT TWEET

આ ફોટો સાથે જ્યારે અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોની તુલના કરી તો અમને પોલીસની વર્દીમાં હાથમાં લાગેલો બિલ્લો અલગ જોવા મળ્યો હતો. પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તેમાં જે ફોટો છે તે આંધ્રપ્રદેશ પોલીસનો બિલ્લો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ANI દ્વારા શેર કરવામાં આવેલી એન્કાઉન્ટરના ઘટના સ્થળની ફોટોમાં પોલીસની વર્દી પર સાયબેરાબાદ પોલીસનો બીલ્લો જોવા મળ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવી છે. તે 2015માં તિરૂમાલાની છે. જેને વર્તમાન એટલે કે 6 ડિસેમ્બર 2019માં કરવામાં આવેલા હૈદરાબાદના એન્કાઉન્ટર સાથે કોઈ લેવા દેવા નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે જે મુખ્ય ફોટો શેર કરવામાં આવી છે. તે 2015માં તિરૂમાલાની છે. જેને વર્તમાન એટલે કે 6 ડિસેમ્બર 2019માં કરવામાં આવેલા હૈદરાબાદના એન્કાઉન્ટર સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે પોસ્ટ સાથેના આર્ટીકલની અન્ય તસ્વીરો છે તે હાલની ઘટનાની જ છે. 

Avatar

Title:વર્ષ 2015ની જુની ફોટોને હાલના હૈદરાબાદના એન્કાઉન્ટરના ફોટો તરીકે ફેલવવામાં આવી રહી…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False