
Electrical Engineering Information નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વીંછી નો વરસાદ ? મહેસાણાના ભાડુંગામ ખાતે એક જુના મકાન માં વીંછી નો વરસાદ છે? આવુ કયાંય જોયુ નહી હોય તો આવો ભાડુંગામ માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મહેસાણા જિલ્લાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી જોવા મળ્યા હતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 30 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 166 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર મહેસાણાના ભાન્ડુ ગામ ખાતે હજારોની સંખ્યામાં મકાનમાં વીંછી જોવા મળ્યા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ભાન્ડુ ગામે જૂના મકાનમાં હજારોની સંખ્યામાં દેખાયા વીંછી સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive
ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા ભાન્ડુ ગામે હજારોની સંખ્યામાં વીંછી દેખાયાની કોઈ જ માહતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર મૂકવામાં આવી હતી. ફેસબુક પર મૂકવામાં આવેલા વીડિયોની નીચે લોકો દ્વારા કરવામાં આવેલી કોમેન્ટમાં મહેસાણાના ભાન્ડુ ગામે રહેતા લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, અમે ભાન્ડુમાં જ રહીએ છીએ પરંતુ અમારા ગામમાં આ પ્રકારની ઘટના બની હોય એવું અમારા ધ્યાનમાં નથી. આ ઉપરાંત કોમેન્ટમાં અમને એક સમાચારનું કટીંગ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, આ ઘટના ધંધુકા તાલુકાના આણંદપુર ગામની છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને સંદેશ ન્યૂઝ દ્વારા 18 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ ઘટના ધંધુકા તાલુકાના આણંદપુર ગામની છે. જ્યાં એક ખેતરમાં રાતવાસો કરવા દેવીપૂજક પરિવાર ખેતરમાં બનાવેલી ઓરડીમાં સહારો લેવા ગયો હતો ત્યાં આ પ્રકારે સંખ્યાબંધ વીંછી જોવા મળ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
gujaratreader.com | kaptaan.co.in |
Archive | Archive |
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હજારોની સંખ્યામાં વીંછી દેખાયાનો વીડિયો મહેસાણાના ભાન્ડુ ગામનો નહીં પરંતુ ધંધુકાના આણંદપુર ગામનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હજારોની સંખ્યામાં વીંછી દેખાયાનો વીડિયો મહેસાણાના ભાન્ડુ ગામનો નહીં પરંતુ ધંધુકાના આણંદપુર ગામનો છે.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:મહેસાણાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી હોવાનો વીડિયો વાયરલ…! જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
