સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધનલક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી, આ યોજના હેઠળ મહિલાઓને 5 લાખ રૂપિયા સિધી બેંકમાં જ મળશે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે (મિનિસ્ટ્રી ઓફ વુમન અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટ)ની મુલાકાત લીધી હતી. તેમજ આર્ટીકલમાં આપવામાં આવેલી લિંક પરની મુલાકાત લેતા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

ઉપરાંત, જ્યારે ભારત સરકારની ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ વેબસાઇટ પર સર્ચ કરતા અમને આ નામની કોઈ યોજના પ્રાપ્ત થઈ ન હતી. આ યોજના વિશેની માહિતી અન્ય કોઈ સરકારી પોર્ટલ પર મળી ન હતી. તદુપરાંત, આ યોજના વિશે કોઈ મીડિયામાં અહેવાલો પણ ન હતા. જો આવી કોઈ સરકારી યોજના હોત, તો મીડિયાએ તેના લોન્ચિંગ વિશે જાણકરી આપવામાં આવી હોત.

તેમજ, ‘પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)’ એ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી અને આ સંદેશો નકલી છે.”

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે સરકાર દ્વારા કોઈ યોજના લોંચ કરવામાં નથી. લોકો સુધી ખોટી માહિતી આપવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False