શું ખરેખર કેનેડામાં જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાયો ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

VIRAL #ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘કેનેડા મા ભારતીય તહેવાર જન્માષ્ટમી ની ઉજવણી જોઈ ગર્વ લેવા જેવો છેશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 439 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 98 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કેનેડામાં ઉજવવામાં આવેલ જનમાષ્ટમી ઉત્સવનો છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને વિડિયોને ધ્યાનથી જોતા તેમાં અમને Kingsbury mandir વાંચવા મળ્યુ હતુ. તેથી અમે ગૂગલ Kingsbury mandirપર લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ મંદિર લંડનમાં આવ્યુ છે. 

ત્યારબાદ અમે ફેસબુક પર SHREE SWAMINARAYAN MANDIR KINGSBURY લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

FACEBOOK.png

ઉપરોક્ત પરિણામ પરથી જાણવા મળ્યુ હતુ કે, આ મંદિર લંડનમાં આવેલુ છે.  SURYAKANT JADVA નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. SHREE SWAMINARAYAN MANDIR KINGSBURY ને ટેગ કરી શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યુ હતુ કે, Grand Parade to celebrate the 5th anniversary of #KingsburySwaminarayanMandir – brought dance, song, colour, creativity and so much more to the streets of Kingsbury. Hundreds of performers danced their way through the heat wave in celebration of #KingsburyMandir’s 5th Anniversary. The Parade began at St Lukes Hospice. A of cheque of £10K was donated to #StLukesHarrow – vital funds raised by the local community for the local #community as part of the #MidnightWalk#Brent #Harrow, Grand Parade was led by Unique #ShreeMuktajeevanPipeBand London and Bolton’  લખાણ સાથે ઉજવણીના ફોટો અને વિડિયો પણ શેર કરવામાં આવ્યા હતા. જે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો સાથે મળતા આવી રહ્યા છે. જે આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમને દ્વારા SHREE SWAMINARAYAN MANDIR KINGSBURY દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2019ના એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘Today we celebrated our 5 year Anniversary with a #GrandParade through Kingsbury… we hope you enjoyed the amazing talents on display – well done to all the performers, young and old for withstanding today’s India like temperatures! #KingsburyMandirજે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો કેનેડામાં જનમાષ્ટમી ઉત્સવની ઉજવણીનો નહીં પરંતુ લંડનમાં સ્વામિનારાયણ મંદિરને 5 વર્ષ પુરા થયા તેની ઉજવણીનો છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો કેનેડામાં જનમાષ્ટમી ઉત્સવની ઉજવણીનો નહીં પરંતુ લંડનમાં સ્વામિનારાયણ મંદિરને 5 વર્ષ પુરા થયા તેની ઉજવણીનો છે.

Avatar

Title:શું ખરેખર કેનેડામાં જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાયો ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False