પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે.

તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ પર ઘણું પાણી ભરેલું જોઈ શકો છો. તેમાં તમે એ પણ જોઈ શકો છો કે ત્યાં ઉભેલા એરોપ્લેન ભરેલા પાણીમાં ઉભા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.” આ શેર કરીને લોકો ભાજપ અને મીડિયાને ટોણો મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે મીડિયા જળબંબાકાર માટે અન્ય રાજ્યોની સરકારને જવાબદાર ઠેરવે છે, તે મીડિયાએ ભાજપ શાસિત ગુજરાતમાં જળબંબાકારનું ચિત્ર દર્શાવ્યું નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Smart India નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કરવામાં આવ્યુ હતુ કે, “#गुजरात_माडल का अहमदाबाद एयरपोर्ट बना बंदरगाह। #मीडिया की नजरों से ओझल क्यों ? ” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 28 જુલાઈ 2017 સ્ક્રોલ.ઈન પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

સ્ક્રોલ.ઈન | સંગ્રહ

તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આ તસવીર ચેન્નાઈ એરપોર્ટની છે. પીટીઆઈના એક ફોટોગ્રાફરે આ તસવીર અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પોસ્ટ કરી હતી. આ જોઈને ઘણા મોટા મીડિયા હાઉસે પણ આ તસવીરને અમદાવાદ તરીકે પ્રસિદ્ધ કરી હતી. જે બાદ ઘણા લોકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને પીટીઆઈની આ પોસ્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ પોતાના ટ્વીટમાં કહ્યું કે આ તસવીર ચેન્નાઈ એરપોર્ટની છે અમદાવાદની નહીં. તમે તેની ટ્વિટ નીચે જોઈ શકો છો.

આ પછી પીટીઆઈએ માફી માંગી અને તે ફોટોગ્રાફરને કાઢી મૂક્યો. તેમણે સ્મૃતિ ઈરાનીના ટ્વીટનો જવાબ આપતાં આ વાત કહી.

ચેન્નાઈના કમરાજ એરપોર્ટ પર પાણી ભરાઈ જવાની આ તસવીર ફોટોગ્રાફરે ડિસેમ્બર 2015માં ક્લિક કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ એરપોર્ટનો નહીં પરંતુ આ તસ્વીર ચેન્નઈ એરપોર્ટની છે. તાજેતરની નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False