સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં દિવસે આ બન્ને કોરોનાથી અસરગ્રસ્ત થયા પરિણામે તેમને અલગ અલગ ઓરડામાં શિફ્ટ કરવામાં આવ્યા. લોક સેવાર્થે ખપી જવાનું ઈશ્વરત્વ દાખવનાર આ દંપતિને જયારે લાગ્યું કે જીવન અને મૃત્યુ વચ્ચે હવે ઝાઝું અંતર નથી બચ્યું ત્યારે આ બન્ને હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં આવ્યા ને એકમેકને ગાઢ પ્રેમની નજરે જોતા જોતા કિસ કરવા લાગ્યા ને માત્ર અડધો કલાકમાં અનંત નિંદ્રામાં પોઢી ગયા. ” વતનપે જો ફિદા હોગા, અમર વો નૌજવા હોગા.” #દેશ_કાજે_ફના_થનાર_ડોક્ટર_દંપતીને_સલામ. ” હે મારી પ્રજા ! તું જો તબીબી કે સંરક્ષણ ખાતામાં સેવાવ્રત હોય તો, સંકટની આ ઘડીમાં તારી ઓરડીમાં પુરાઈ ના જતી બલ્કે જે ક્ષેત્ર માટે મેં તને પસંદ કરી છે તેમાં નિર્ભિકપણે તારી સેવાઓ પ્રદાન કરીને કર્તવ્યપરાયણ બનજે. ” ગભરાઈશ નહિ કેમકે, હું તારી સાથે છું.”. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈટાલીમાં કોરોના વાયરસના દર્દીઓનો ઈલાજ કરતા એક દંપત્તિને 134 દર્દીઓનો ઈલાજ કર્યા બાદ ખબર પડી કે, તેમને પણ કોરોના વાયરસ થયો છે અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ પોસ્ટને 3200 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 1700 થી વધુ લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 1400 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.03.25-18_13_03.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈટાલીમાં કોરોના વાયરસના દર્દીઓની સેવા કર્યા બાદ મોતને ભેટેલા ડૉક્ટર દંપતિનો આ ફોટો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને medicalxpress.com તેમજ chicagotribune.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો સ્પેનનો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથે એસોસિએટેડ પ્રેસ (એપી) દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આ ફોટો સાથે એવું લખાણ હતું કે, ‘સ્પેનના બાર્સિલોના એરપોર્ટ પર 12 માર્ચ, 2020 ના રોજ એક પુરુષ અને મહિલાને ચુંબન કરતા દેખાયા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયા સુધી કોરોના વાયરસને ઓછો ગણાવ્યો હતો. પરંતુ પાછળથી યુરોપ પ્રવાસ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

image3.png

Chicago Tribune | Archive

અમારી વધુ તપાસમાં અમને સ્પેનના એક ફોટોગ્રાફર Emilio Morenatti દ્વારા 12 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ ફોટો સ્પેનનો જ હોવાની માહિતી આપવામાં આવી હતી. 

Archive

અમારી વધુ તપાસમાં અમને ઈટાલીમાં આ રીતે કોઈ ડૉક્ટર દંપતિના મોતના સમાચાર કોઈ પણ મીડિયા પર ક્યાંય પણ પ્રાપ્ત થયા ન હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટો ઈટાલીની કોઈ હોસ્પિટલનો નહીં પરંતું સ્પેનના બાર્સેલોના એરપોર્ટનો છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈટાલીની હોસ્પિટલમાં કોરોના વાયરસ સંક્રમિત 134 દર્દીઓની સેવા કર્યા બાદ મોતને ભેટેલા દંપતિનો નહીં પરંતું સ્પેનના બાર્સેલોના એરપોર્ટનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈટાલીની હોસ્પિટલમાં કોરોના વાયરસ સંક્રમિત 134 દર્દીઓની સેવા કર્યા બાદ મોતને ભેટેલા દંપતિનો નહીં પરંતું સ્પેનના બાર્સેલોના એરપોર્ટનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False