
વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નમાઝ પઢવા માટે એકઠા થયેલા લોકો પર પોલીસે પથ્થરમારો કર્યો.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
હાલમાં ઘણા સાચા-ખોટા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોની પડતાલ કરવી જરૂરી જણાતા અમે સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વિનાયક મિશ્રેકર નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2020ના આ વિડિયો અપલોડ કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. વિનાયક મિશ્રેકર દ્વારા આ વિડિયોના શિર્ષકમાં “Yavatmal police lathi charge” લખવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને LOKMAT.NEWS18. COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા નાગરિકતા કાનૂન સંસોધન વિરૂધ્ધમાં ભારત બધનું આહવાન 29 જાન્યુઆરી 2020ના કરવામાં આવ્યુ હતુ, યવતમાલ શહેરમાં આંદોલનકારી અને વેપારીઓ સામે-સામે આવી જતા તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. દૂકાનોને બરજબરીથી બંધ કરવવાના પ્રય્તનમાં દૂકાનનો સામાન નષ્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈ વેપારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ પર મર્ચાનો પાઉંડર નાખવામાં આવ્યો હતો.જેને લઈ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.”
TIMES OF INDIA દ્વારા પણ આ ઘટના અંગની સંપૂર્ણ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2 મહિના જૂનો છે. ભારત બંધના એલાન સમયે વેપારી અને પ્રદર્શનકારીઓ વચ્ચે બબાલ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. નમાઝ પઢવા એકઠા થતા લાઠી ચાર્જ કર્યો હોવાની વાત સાવ ખોટી છે.

Title:શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
