
પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો તેના છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને foxnews.com દ્વારા 13 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગાઝા દ્વારા ઈઝરાયલના અશકેલોન શહેર પર મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક નાગરિકનું મૃત્યું થયું હતું. તેમજ બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી. તે સમયનો આ વીડિયો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને એકબીજા પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો નથી પરંતુ આ વીડિયો વર્ષ 2018 માં ગાઝા દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાનો છે જેને હાલમાં ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા વીડિયોનો પણ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને The Libya Observer દ્વારા 5 જાન્યુઆરી, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ત્રિપોલીમાં અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા જેમાં હફ્તારની યુએઈ સમર્થિત વાયુસેના દ્વારા ત્રિપોલી મિલિટરી કોલેજ પર કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલાની ક્ષણ બતાવવામાં આવી હતી, જેમાં 30 કેડેટ્સના મોત થયા હતા. આ વીડિયોને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ જ સંબંધ નથી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં ddnews.gov.in દ્વારા પણ 5 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, લિબિયાની રાજધાની ત્રિપોલીમાં લશ્કરી શાળા પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 લોકોનાં મોત થયા હતા અને 12 જેટલા ઘાયલ થયા છે. આ સમાચાર તમે અહીં જોઈ શકો છો. ડી ડી ન્યૂઝ
આજ માહિતી સાથેના વધુ એક સમાચાર તમે અહીં જોઈ શકો છો. hindustantimes.com | Archive
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલા બંને વીડિયોને ઈરાન અને અમેરિકા સાથે કોઈ જ સંબંધ નથી અને તેને ઈરાન દ્વારા ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને વીડિયોને ઈરાન અને અમેરિકા સાથે કોઈ જ સંબંધ નથી અને તેને ઈરાન દ્વારા ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
