
Hanif Sodawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આટલી મંદી છે કે હવે સગા ભાઈ બહેન અંદર અંદર લગ્ન કરવા માંડ્યા રબારી મહેશભાઈ અમરતભાઈ હરજીભાઇ ઞામ સરદાપુરા તા દિયોદર જી બનાસકાંઠા ઉપર ના ફોટાવાળા પોતાની સઞી બહેન માની જણી બહેન લયને ભાઞી ઞયેલ છે અને આજ ઞામમો અને આજ ઘરમો અમરતભાઈ હરજીભાઇ ના ઘરમો ભાઞીઞેલ છે અને ઞામ વારા લોકો એ ભેઞા થઇ ઞામ ની બહાર મુકવાવા નિળય લીઘો છે અને આવા લોકો ને જોનથી મારી નંખાય અને ઉપર ફોટા વાળી સોકરી નું સાસરું બનાસકાંઠા મો આવેલા લુદરા થતું હતું અને એનો રબારી બાયલા જેવો હતો સુરેશભાઈ વાસીભાઈ લુદરા અને પોતાનો ભાઈ પોતાની બહેન ને લયને ભાઞતો હોય બહુ નવાઈ ની વાત છે અને આને જે આઞર ના મોકલે એને બલોઘન ના ઞોઞા મહારાજ ની સોઞન છે વાળીનાથ ની સોઞન છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 55 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બનાસકાંઠાનો આ યુવાન તેની સગી બહેનને લઈ ભાગી ગયો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ ઘટના બની હોય તો તમામ સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર “બનાસકાંઠામાં ભાઈ સગીબહેનને લઈ ભાગી ગયો” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે સ્થાનિક પત્રકારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ સમગ્ર મામલા અંગેની માહિતી આપી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ તમામ વાત ખોટી છે. ફેબ્રુઆરી મહિનામાં એક રેપની ફરિયાદ નોંધાઈ હતી. જે મહિલાને બદનામ કરવા તેનો પાગલ પ્રેમી આ પ્રકારે સોશિયલ મિડિયામાં આ મહિલાના અને તેની સગી અને પિતરાઈ બહેનોના ફોટો વાયરલ કરી રહ્યો છે. જે અંગે આ મહિલાએ પણ નિવેદન આપ્યુ છે. ત્યારબાદ આ સમાચારને TV9 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા તેની લિંક પણ આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમને આ પિડિત મહિલા અને તેમના સબંધીઓ દ્વારા મિડિયાને આપેલું ઈન્ટરવ્યુ પ્રાપ્ત થયુ હતુ. જેમા તેઓ જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના બનવા પામી નથી. એક પાગલ પ્રેમી દ્વારા તેના પ્રેમિકાને પરેશાન કરવા માટે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર બનાસકાંઠામાં આ યુવાન તેની બહેનને લઈ ભાગી ગયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
