શું ખરેખર બ્રાઝિલ ફૂટબોલની અન્ડર 17ની ટીમના કોચનો વિડિયો છે.? જાણો શું છે સત્ય..

False Sports આંતરરાષ્ટ્રીય I International

RJ Megha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “You CAN’T miss this 🥳 #76_years_young Brazil’s under 17 coach Amadeu Carlos 😁 Brazilian #Soccer #Football magic. Age is just numbers. Simply Superb video 👇👇👇” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિ 76 વર્ષના બ્રાઝિલની અન્ડર 17 ફૂટબોલ ટીમના કોચ અમાડેઉ કાર્લોસ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “Brazilian under 17 football coach Amadeu Carlos” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

અમાડેઉ કાર્લોસની અમને ઘણી છબીઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો સાથે અમાડેઉ કાર્લોસની એક પણ છબી મળતી આવતી ન હતી. ટૂંકમાં અમને એક પણ સામ્યતા બંને જોવા મળતી ન હતી. 

(PHOTO SOURCE: GOOGLE)

ત્યાર બાદ અમાડેઉ કાર્લોસની જન્મ તારીખ જાણવા અમે પ્રયત્ન કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, તેમની જન્મ તારીખ 6 સપ્ટેમ્બર 1965 છે. એટલે કે તેમની ઉંમર 54 વર્ષની છે. 

ત્યારબાદ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને સાન ગાર્નિઅર નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 2 જૂન 2014ના અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. પોસ્ટમાં 1.29 મિનિટનો જે વિડિયો છે.તે 3.32 મિનિટના આ વિડિયોનો જ ભાગ હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. સાન ગાર્નિઅર એક ફ્રેન્ચ ફ્રી સ્ટાઈલ ફૂટબોલ પ્લેયર છે. 

તેણે વિડિયો અંગેની માહિતી આપતા લખ્યુ હતુ કે, “જ્યારે મિત્રોના એક સમૂહ સાથે પાર્કમાં ફૂટબોલ રમી રહ્યા હતા. ત્યારે દાદા મેમો(સાન ગાર્નિઅર) રમતને રોકી એક નવી દિશા આપે છે. પછી કોર્ટ(ફૂટબોલ કોર્ટ)માં શું થયુ તે તમે જ જોવો. કોપ્પલ સાથે ફૂટબોલ રમવાનો ઉત્સાહ અનુભવ કરો.”  વિડિયોના અંતમાં સ્પષ્ટ દેખાઈ છે કે, સાન ગાર્નિઅર દ્વારા વૃધ્ધ વ્યક્તિ દેખાવા માટે મેકઅપ કરવામાં આવ્યો હતો. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે. પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જે વૃધ્ધ વ્યક્તિ દેખાઈ રહ્યા છે તે બ્રાઝિલ અન્ડર 17 ફૂટબોલ ટીમના કોચ અમાડેઉ કાર્લોસ નહિં પરંતુ ફ્રેન્ચ ફ્રી સ્ટાઈલ ફૂટબોલ પ્લેયર સાન ગાર્નિઅર છે. વૃધ્ધ દેખાવા માટે તે મેકઅપ કરી ફૂટબોલ કોર્ટમાં ગયો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જે વૃધ્ધ વ્યક્તિ દેખાઈ રહ્યા છે તે બ્રાઝિલ અન્ડર 17 ફૂટબોલ ટીમના કોચ અમાડેઉ કાર્લોસ નહિં પરંતુ ફ્રેન્ચ ફ્રી સ્ટાઈલ ફૂટબોલ પ્લેયર સાન ગાર્નિઅર છે. વૃધ્ધ દેખાવા માટે તે મેકઅપ કરી ફૂટબોલ કોર્ટમાં ગયો હતો.

Avatar

Title:શું ખરેખર બ્રાઝિલ ફૂટબોલની અન્ડર 17ની ટીમના કોચનો વિડિયો છે.? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •