
Pramukh Swami Maharaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “18 વર્ષના આ છોકરા ના આઈડિયા થી ખુબ ખુશ થયા રતન ટાટા, ખરીદી લીધી કંપની માં 50% ભાગીદારી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 948 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈના યુવાન અર્જુન દેશપાંડેની દવા વેંચતી કંપનીમાં 50ટકો ભાગીદારી નોંધાવી હતી.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ રોકાણ રતન ટાટા દ્વારા કરવામાં આવ્યુ હોય તો નેશનલ મિડિયા દ્વારા તેમની નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ZEEBIZ.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રતન ટાટા દ્વારા મુંબઈના અર્જુન દેશપાંડેની કંપનીમાં રોકાણ કર્યુ છે. પરંતુ કેટલું રોકાણ કર્યુ તેની માહિતી જાહેર થઈ ન હતી.જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે રતન ટાટાના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી અને જેમાં રતન ટાટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ સાહસને ટેકો આપવા માટે હું ખુશ છું. આ કંપનીમાં નાનકડી ટોકન રકમનું રોકાણ કર્યુ છે. મે કંપનીમાં 50% ભાગીદારી ખરિદી નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રતન ટાટા દ્વારા આ કંપનીમાં 50% હિસ્સો ખરિદ્યો નથી. માત્ર ટોકન રકમનુ જ રોકાણ કર્યુ છે. જેની પૃષ્ટી રતન ટાટા દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર રતન ટાટ દ્વારા યુવાનની કંપનીમાં 50 ટકાની ભાગીદારી કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
