શું ખરેખર જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર સીઆરપાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અને ટીવી ડિબેટના માધ્યમથી લોકોમાં પ્રિય થયેલા જયરાજસિંહ પરમાર દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસને રામ-રામ કરી દિધા હતા અને વિધિવત ભાજપામાં જોડાયા હતા. આ પૃષ્ટભૂમિ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વંચાય છે કે “અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં નથી લેવા એ સામે થી ઉપર પડતા આવે છે.” આ સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર ગુજરાત બીજેપી અઘ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નિવેદન સી આર પાટીલ દ્વારા હાલમાં આપવામાં આવ્યુ નથી. ટીવીનાઈનના સ્ક્રિનશોટમાં એડિટ કરી અને ખોટા દાવા સાથે તેને સોશિયલ મિડિયામાં ફેલાવવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Prakash Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર ગુજરાત બીજેપી અઘ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સ્ક્રિનશોટને ધ્યાનથી વાંચતા અમને ટોપમાં અમરીશ ડેરનું નામ વાંચવા મળ્યુ હતુ. જે વિવાદ નવેમ્બર 2021નો છે.

ત્યારબાદ અમને ટીવીનાઈન ગુજરાતી દ્વારા 18 નવેમ્બર 2021ના પ્રસારિત સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ પ્રાપ્ત થઈ હતી. જેમાંનો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિનશોટ છે. આ પ્રેસ કોન્ફરન્સ તમે નીચે જોઈ શકો છો.

પરંતુ તેમાં ક્યાંય પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ. ત્યારબાદ અમે આ પ્રેસ કોન્ફરન્સ માંથી ઓરિજનલ સ્ક્રિનશોટ લીધો હતો. એડિટેડ સ્ક્રિનશોટ અને ઓરિજનલ સ્ક્રિનશોટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ હાલમાં જયરાજ સિંહના ભાજપા જોડાવા પર સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં કોંગ્રેસ છોડતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્રમાં તેમણે વિદ્યાર્થી કાલથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા 37 વર્ષથી કોંગ્રેસ માટે દિવસરાત જોયા વિના એક યોદ્ધાની જેમ લડવાનો દાવો કરતા તેમણે પ્રદેશના કોઈપણ નેતાનું નામ લીધા વિના તમામ નેતાઓ પર નિશાન તાક્યું હતું તો આ નેતાઓ પર આંધળો વિશ્વાસ મૂકનારા હાઈકમાન્ડની નીતિરીતિથી હારી-થાકીને નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. લોકશાહીમાં મારી નાખું, કાપી નાખું કે ભૂક્કા બોલાવાના નિવેદનોથી નહીં, પરંતુ લોકોના દિવસ જીતીને રાજ કરી શકાય છે એમ જણાવી તેમણે રાજકારણમાં સક્રિય રહેવાની સ્પષ્ટતા કરી હતી.” 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સી આર પાટીલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિવેદન મારા દ્વારા આપવામાં આવ્યુ નથી. આ નિવેદન મે ક્યારેય આપ્યુ નથી. કોંગ્રેસની રાજનીતીથી કંટાળી નેતાઓ ભાજપામાં જોડાય છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ નિવેદન સી આર પાટીલ દ્વારા હાલમાં આપવામાં આવ્યુ નથી. ટીવીનાઈનના સ્ક્રિનશોટમાં એડિટ કરી અને ખોટા દાવા સાથે તેને સોશિયલ મિડિયામાં ફેલાવવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર સીઆરપાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False