
હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ ફેરફારની સૂચના આપવામાં આવી નથી, તેમજ આ અંગે કોઈ વિચારણા ચાલી રહી ન હોવાની સ્પષ્ટતા RBI દ્વારા કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
JO Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.”

તેમજ ગુજરાતના મિડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને સત્ય ગણી અને વિષેશ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

Facebook | FB Post Archive | FB Article Archive
ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ એક અહેવાલ પ્રસારિત કરી અને આ જમાહિતી આપવામાં આવી હતી.

The New Indian Express | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આરબીઆઈ દ્વારા પ્રસારિત એક પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અમુક મિડિયા અહેવાલો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધીના ચહેરાને બદલીને વર્તમાન ચલણ અને નોટોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકમાં આવી કોઈ દરખાસ્ત નથી.”

RBI Press Releases | Archive
PR3144E7F14F411E549EA8CE2EF51A5B520E9તેમજ અમે વધુ સર્ચ કરતા અમને પીઆઈબી ફેક્ટચેક દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પ્રસારિત એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. આરબીઆઈ ડો. એપીજે અબ્દુલ કલામ અને રવીન્દ્રનાથ ટાગોરના ફોટાવાળી નવી ચલણી નોટો રજૂ કરવાની યોજના બનાવી રહી છે. પરંતુ આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલની ચલણી નોટોમાં કોઈ ફેરફાર નહીં થાય.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ ફેરફારની સૂચના આપવામાં આવી નથી, તેમજ આ અંગે કોઈ વિચારણા ચાલી રહી ન હોવાની સ્પષ્ટતા RBI દ્વારા કરવામાં આવી છે.

Title:ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI
Fact Check By: Yogesh KariaResult: False
